ભાણવડની મેઇન બજારમાં ટાઉન પોલીસ ચોકી ચાલુ કરવા વેપારીઆેની માંગણી

May 24, 2018 at 10:58 am


ભાણવડ શહેર મધ્યે આવેલા દરબારગઢ ખાતે કાર્યરત પોલીસ સ્ટેશનનંુ સ્થળાંતર કરી રણજીતપરામાં સેવા સદન પાસે લઇ જવામાં આવતાં શહેરની અંદરના વેપારીઆેની સલામતી જોખમાઇ હોઇ તેમજ છેલ્લા કેટલાક સમયથી મેઇન બજારમાં લુંટ-ચોરી તેમજ નાની-મોટી ચીલઝડપના બનાવો પણ વધી ગયા હોઇ આ વિસ્તારના વેપારીઆેએ જૂના પોલીસ સ્ટેશન ખાતે ટાઉન પોલીસ ચોકી શરૂ કરવાની વ્યાજબી માંગ કરેલ છે.

સામાજીક કાર્યકરો એવા નવલસિંહ જાડેજા, ભવ્ય શેઠ, અનવર કોટડીયા સહિતનાની આગેવાનીમાં આ વિસ્તારના વેપારીઆેએ આજરોજ મામલતદારને કરેલી રજૂઆતમાં હાલમાં જ મેઇન બજારમાં એક વેપારીની નજર ચૂકવીને દુકાનમાંથી મોટી રકમની ઉચાપત કરી ગયાની ઘટનાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ભાણવડની હાર્દસમી મેઇન બજારમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક નાની મોટી લૂંટ ચોરી તેમજ ચીલઝડપ તેમજ મહિલાઆેની છેડતીઆે જેવી ઘટનાઆે સામે આવી છે જેની પાછળનું કારણ મેઇન બજારમાં દરબારગઢ ખાતે આવેલા પોલીસ સ્ટેશનનું સ્થળાંતર કરી નાખવામાં આવતા અસામાજીક તત્વોની આવી પ્રવૃતિઆે ખુબ વધી જવા લાગી છે. ઉપરાંત આ વિસ્તારમાં જ બેંકો, પોસ્ટ આેફીસ, શાકમાર્કેટ જેવી લોકોની ભીડ રહેતી હોય તેવી કચેરીઆે હોઇ ટાઉન પોલીસ ચોકીની ખાસ જરૂર રહે છે, આ સાથે સાંજે દરબારગઢ કે જયાં એસબીઆઇ મેઇન બ્રાંચ આવેલી છે તેના બંધ થઇ ગયા બાદ સુમસાન થઇ જતો હોય અસામાજીક પ્રવૃતિઆે પણ કરવામાં આવી હરી હોઇ આ તમામ સ્થિતિને ધ્યાને રાખી અહી ટાઉન પોલીસ ચોકી શરૂ કરવાની તાતી જરૂરીયાત હોઇ ઘટતું કરવા ભાણવડ પીએસઆઇ તથા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. આ અગાઉ જાન્યુઆરીમાં પણ આ અંગે રજૂઆત કરવામાં આવેલી હતી પરંતુ ત્યારે પોલીસ સ્ટાફની ઘટ હોવાને કારણે સંભવ ન હતું પરંતુ હાલ ભાણવડ પોલીસ સ્ટેશનમાં પુરતો સ્ટાફ હોઇ વેપારીઆેની માંગ પૂર્ણ કરવામાં કોઇ અડચણ નહી હોવાનું જણાવવામાં આવ્યું છે, વેપારીઆેની સલામતી માટે આ સરકારાત્મક કદમ જો વહેલી તકે ભરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ રજૂઆતમાં તૈયારી દશાર્વવામાં આવી છે જો કે, આ માંગના અનુસંધાને બંને કચેરીઆે તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો હોવાનું રજૂઆતકતાર્આેએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL