ભાણવડમાં ચુંટણીઓનો લાભ ઉઠાવતા ખનીજ ચોરો

April 23, 2019 at 11:33 am


Spread the love

કોઇ ગરમાવો જોવા મળી રહ્યો નથી પરંતુ અસામાજીક તત્વો માટે જાણે સોનેરી અવસર હોય તેમ કાયદો અને વ્યવસ્થાની ફિકર વગર પુરજોશથી પોતાના રોટલા શેકી રહ્યા છે.
ભાણવડમાં લોકસભાની ચુંટણીઓનો કરંટ આમ જનતા કરતા અસામાજીક તત્વોમાં વધુ જોવા મળી રહ્યો છે. અસામાજીક તત્વો માટે જાણે રોકડી કરી લેવાનો અવસર આવ્યો તેવા ઘાટ સર્જાયા છે. ચુંટણીઓને કારણે મતબેંક જળવાઇ રહે તે માટે રાજકિય પાર્ટીઓની માીઠીનજર હેઠળ કેટલીક અસામાજીક પ્રવૃતિઓ શ થયેલી છે. જેમાં ખનીજ ચોરી મુખ્ય છે લગભગ છેલ્લા ઘણા સમયથી સદંતર બંધ પડેલી આ પ્રવૃતિ દસેક દિવસથી ચુંટણીઓને લઇ ધમધમવા લાગી છે અથવા એમ કહી શકાય કે વોટબેંક માટે રાજકિય ઇશારે શ કરાવાયેલ હોય તેવુ લાગી રહયુ છે. કારણ કે ખનીજ ખાતા અને પોલીસખાતાના ઘ્યાને હોવા છતાં રાતના અંધારામાં થઇ રહેલી ગેરકાયદેસર ખનીજની હેરાફેરીએ વાતની ચાડી ખાય છે. ચુંટણીઓને કારણે પોલીસ અને ખનીજખાતુ રાજકિય આગેવાનોની ભલામણની બીકે કાર્યવાહી કરતા ખચડાઇ રહયુ હોવાનું જાણવા મળી રહયું છે તો એવુ પણ જાણવા મળી રહયુ છે કે ચુંટણીઓ સુધી ખનીજચોરીની પ્રવૃતિને ચલાવવા દેવી એવી વિવિધ ખાતાઓમાં રાજકિય સુચનાઓ આપી દેવામાં આવેલ છે. ત્યારે અમે કહી શકાય કે લોકશાહીના કહેવામાં આવતા પર્વની ઉજવણીની આ રીત વર્તમાન રાજકારણની વરણી વાસ્તવિકતાનું ચિત્ર રજુ કરી રહ્યું છે.