ભાણવડમાં તમાકુ વેચતા ચાર દુકાનદારો દંડાયા

May 10, 2019 at 10:41 am


ભાણવડમાં મીની બસ્ટેન્ડ પાસે સરકારી સ્કુલની બાજુમાં આવેલ મહેક પાનની દુકાનના સંચાલક અનવર ઇબ્રાહીમ હલેયૌત્રા દુકાનમાં તમાકુ યુકત પડીકી વેંચતા રૂા. 498ના મુદ્દામાલ સાથે પકડાઇ આવેલ બીજી દુકાન દલવાડી પાનના સંચાલક દેવજીભાઇ માધવજીભાઇ નકુમ પોતાની દુકાનમાં તમાકુ યુકત પડીકી વેચતા રૂા. 380/-ના મુદ્દામાલ સાથે પકડાઇ આવેલ.

આ ઉપરાંત દ્વારકામાં બિરલા પ્લોટ વિસ્તારમાં સ્કુલ નજીક દુકાન ધરાવતા મનસુખભાઇ સોનગ્રા પોતાની દુકાનમાં તમાકુ વેચતા પકડાઇ આવેલ. દ્વારકાની પી.વી.એમ. સ્કુલ નજીક દુકાન ધરાવતા જયદીપગીરી પ્રહલાદગીરી ગોસ્વામી તમાકુનું વેચાણ કરતા પકડાઇ આવેલ. આ તમામ લોકો સામે પોલીસે ટોબેકો પ્રાેડ્કટસ કલમ 2003 મુજબ ગુનો નાેંધી આગળની તપાસ હાથ ધરી છે.

Comments

comments