ભાણવડમાં ફીઝીકલ સ્ટેમ્પનું વેચાણ બંધ કરતા દસ્તાવેજ નાેંધણીનો બહિષ્કાર

October 9, 2019 at 10:33 am


ભાણવડમાં ફીઝીકલ સ્ટેમ્પનું વેંચાણ બંધ કરી માત્ર ઇ.સ્ટેમ્પીગ વેંચાણનાં સરકારનાં નિર્ણય સામે દસ્તાવેજ નાેંધણીનો બહિષ્કાર.

ભાણવડ રેવન્યુ બાર એસોસીએશન તથા વકિલ મંડળ દ્વારા રાજયનાં મહેસુલ મંત્રીને લેખિત રજુઆત કરતાં જણાવેલ છે કે તાજેતરમાં સરકાર દ્વારા ફીઝીકલ સ્ટેમ્પનું વેંચાણ બંધ કરી માત્ર ઇ-સ્ટેમ્પીગ તથા ફ્રેકીગ મશીન દ્વારા જ દસ્તાવેજ સ્ટેમ્પ મેળવવા તેવો નિર્ણય લેવાતાં હજારો અરજદારો, વકીલોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડે તેવી િસ્થતિનું નિમાર્ણ થવા જઇ રહ્યું છે.

હાલ ભાણવડ સેવા સદનમાં માત્ર એક જ ઇ સ્ટેમ્પીગનું કાઉન્ટર છે. જેની સામે સ્ટેમ્પ ખરીનદારાઆે અરજદારોની લાંબી લાઇન લાગે છે. જેનાં કારણે કોઇ કામ સમય મર્યાદામાં થઇ શકતું નથી.

ઇ-સ્ટેમ્પીગ માટે કોઇપણ જાતની વૈકિલ્પક વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલ નથી અને આેચિંતા આવા નિર્ણયનો રેવન્યુ બાર એસો. તથા ભાણવડ બાર એસો. તેનો સખ્ત વિરોધ નાેંધાવે છે. અને સરકારનાં આ નિર્ણયનાં વિરોધમાં સબ રજીસ્ટ્રાર કચેરી ભાણવડમાં તા.7-10-19થી 9-10-19 સુધી દસ્તાવેજોની તમામ પ્રકારની નાેંધણી બહિષ્કાર કરી વિરોધ દશાર્વવાનું નકકી કરેલ છે.

આ અંગે કલેકટર પ્રાંત અધિકારી, મામલતદાર, ભાણવડ વિગેરેને નકલો પાઠવવામાં આવેલ છે.

Comments

comments