ભાણવડમાં મહિલાની છેડતી કર્યાની શિક્ષક સામે ફરીયાદ

May 22, 2018 at 1:13 pm


Spread the love

ભાણવડમાં એક મહિલાના ઘરમાં ઘુસીને છેડતી કર્યાની શિક્ષક સામે પોલીસ ફરીયાદ નાેંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે. ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગત મુજબ બસ સ્ટેન્ડ સામે પટેલ સમાજ પાછળની એક સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે શિક્ષક મેવાડા કૈલાસભાઇ પ્રેમજીભાઇએ ગઇકાલે આજ વિસ્તારમાં રહેતા એક પરિણીતા સાથે રાત્રીના બારેક વાગ્યા આસપાસ ઘરમાં ઘુસી છેડછાડ કરવાનો પ્રયત્ન કરતા મહિલાએ બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો એકઠા થઇ જતા લંપટ શિક્ષ નાશી છુટયો હતો જે અંગે મહિલાએ ભાણવડ પોલીસમાં ફરીયાદ નાેંધાવતા પોલીસે શિક્ષક વિરુધ્ધ આઇપીસી કલમ 451, 354(એ) મુજબ ગુન્હો નાેંધી કાર્યવાહી કરવામાં આવી છે, વધુ તપાસ ડબલ્યુએ એએસઆઇ મીનાબા જે. વાળા દ્વારા ચલાવવામાં આવી રહી છે.