ભાદર-1 ડેમ છલકાવાની તૈયારીમાંઃ આેવરફલોમાં ફક્ત એક ફૂટનું છેટું

September 16, 2019 at 10:48 am


રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરોએ સાઇટ વિઝીટ ના અંતે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભાદર 1 ડેમ છલકાવાની તૈયારીમાં છે અને હવે આેવરફ્લાે માં ફક્ત એક ફૂટનું છેટું રહ્યું છે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકા અને સિંચાઇ વિભાગના ઈજનેરી વતુર્ળોએ જણાવ્યું હતું કે કુલ 34 ફુટની Kચાઈના ભાદર એક ની સપાટી આજે સવારે 33 ફૂટે પહાેંચી ગઈ છે અને હવે એક ફૂટ પાણી આવતા ની સાથે ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જશે. હાલની સ્થિતિએ 91 ટકા પાણી સંગ્રહિત છે.ભાદર-1 ડેમમાંથી રાજકોટ શહેર, જેતપુર શહેર, ગાેંડલ તાલુકાના ગામો તેમજ શાપર-વેરાવળ પાણી પુરવઠા જૂથ યોજના હેઠળના 12 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ભાદર ડેમ પૂરો ભરાઈ જતાં ડેમમાંથી પાણી મેળવતા ઉપરોક્ત તમામ શહેરો અને ગામોને પૂરું એક વર્ષ ચાલે કેટલો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે.

વધુમાં સિંચાઇ વિભાગના ઈજનેરી વતુર્ળોના જણાવ્યા મુજબ, ભાદર-1 ડેમ આેવરફ્લાે થવાની તૈયારીમાં હોય હેઠવાસના 22 ગામોને સાવચેત રહેવા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં ગાેંડલ તાલુકાના લીલાખા, માસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, દેરડી કુંભાજી તેમજ જેતપુર શહેર ઉપરાંત તાલુકાના મોણપર, ખીરસરા, નવાગઢ, રબારીકા સરદારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી અને વાડાસડા ઉપરાંત ધોરાજી તાલુકાના વેગડી, ભૂખી, ઉમરકોટ તેમજ જામકંડોરણા તાલુકાના ઈશ્વરીયા અને તરવડ સહિતના ગામોનો સમાવેશ થાય છે.

Comments

comments