ભાનાડા વાયુ દળના કર્મચારીએ આત્મહત્યા કરીને જિંદગીનાે અંત આણ્યો

September 9, 2018 at 9:29 pm


સ્થળ પર અધિકારીઆે દોડી જઈને તપાસ હાથ ધરી

અબડાસા પંથકના ભાનાડા ખાતે વાયુદળમાં ફરજ બજાવતા એક રસાેયાએ કોઈ અગમ્યકારણોસર ગળેફાંસાે ખાઈને જિંદગી ટુંકાવી લેતા અરેરાટી સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતાે મુજબ પ1 વર્ષિય સાેમન નારાયણ ક્રિ»ના નાયર જે મુળ કેરળનાે વતની છે. છેલ્લા ઘણા સમયથી તે વાયુદળમાં ફરજ બજાવતાે હતાે અને સહપરિવાર ક્વાટરમાં રહેતાે હતાે. રાત્રિ દરમિયાન લીમડાના ઝાડ પર દોરી બાંધીને ગળે ફાંસાે ખાઈ લીધો હતાે. આ બનાવની જાણ વાયુદળના સતાવાળાઆેને થતાં તેઆે સ્થળ પર દોડી ગયા હતા અને આ બનાવમાં હતભાગીના મૃતદેહને પાેસ્ટમોર્ટમ માટે હોÂસ્પટલમાં લઈ જવાયો હતાે. સમગ્ર ઘટનામાં કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ સ્યુસાઈટ નાેટ મળવા પામી નથી. આ બનાવથી પરિવારજનાેમાં શોક છવાઈ જવા પામ્યો છે.

Comments

comments

VOTING POLL