ભાનુશાળીની હત્યામાં મનિષા અને છબીલ પટેલની સંડોવણી

January 24, 2019 at 8:36 pm


ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનાર ભાજપના પૂર્વ ધારાસÇય અને મોટા ગજાના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના ચકચારી કેસમં આજે સીઆઇડી ક્રાઇમે બહુ મોટો અને ચાેંકાવનારો ખુલાસાે કયોૅ હતાે કે, ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા પટેલ મુખ્ય સૂત્રધાર આરોપીઆે હોવાનું સામે આવ્યું છે અને તેઆેને જયંતિ ભાનુશાળી સાથે આર્થિક બાબતાે સહિતની અનેક વાતાેને લઇ ગંભીર મનદુઃખ હોવાના કારણે તેમના દ્વારા સુરજિત ભાઉ અને તેના સાગરિતાેની મદદથી કુખ્યાત શાપૅશૂટર શશીકાંત ઉર્ફે બિટિયા દાદા કામ્બ્લે અને શેખ અશરફ અનવર મારફતે જયંતિ ભાનુશાળીની હત્યા કરાવવામાં આવી હતી.

બે મહિના જેલમાં રહેવું પડયું તેથી મનીષા ખિન્ન ભરાઇ

પાેલીસ તપાસમાં એવી ચાેંકાવનારી વાત સામે આવી હતી કે, અગાઉ તા.11-4-2018ના રોજ મનીષા ગાેસ્વામી વિરૂધ્ધ જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ નરોડા પાેલીસમથકમાં ખંડણી સહિતના ગુના બદલની ફરિયાદ દાખલ કરાવી હતી. એ પછી તા.24-6-2018ના રોજ મનીષા ગાેસ્વામી વિરૂધ્ધ નરોડા પાેલીસ સ્ટેશનમાં જ ઇપીકો કલમ-465, 467 સહિતની કલમો હેઠળ ગુનાે દાખલ થયો હતાે. જેના કારણે મનીષા ગાેસ્વામીને તા.10-6-2018થી તા.3-8-2018 સુધી એટલે કે, લગભગ બે મહિના જેટલો સમયગાળો જેલમાં રહેવુ પડયું હતું. જેના કારણે મનીષાને જયંતિ ભાનુશાળી સાથેનું મનદુઃખ બહુ વધ્યું હતું અને તેણી ખિન્ન ભરાઇ હતી. જેલમાં રહેલી મનીષાને એ વખતે જયંતિ ભાનુશાળીના રાજકીય હરિફ એવા છબીલ પટેલ અને સુરજિત ભાઉએ મનીષાને જેલમાંથી બહાર કઢાવવામાં મદદ કરી હતી. જેલમાંથી બહાર નીકળી મનીષા ગાેસ્વામી અને છબીલ પટેલ દ્વારા સુરજિત ભાઉ અને તેના સાગરિતાે સાથે નવેમ્બર-2018માં પૂના ખાતે એક મીટીંગ કરી જયંતિ ભાનુશાળીનું કાસળ કાઢી નાંખવા અંગે સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

હત્યારાઆે છબીલ પટેલના ફાર્મ પર રોકાયા હતા

કાવતરા મુજબ, ઉપરોકત શાપૅ શૂટર હત્યારાઆે છબીલ પટેલના રેલડી ખાતેના નારાયણી ફાર્મ ખાતે જ રોકાયા હોવાની વાત પણ સ્પષ્ટ થઇ ગઇ છે. છબીલ પટેલ ગત તા.25-12-2018ના રોજ

આરોપી શાપૅશૂટર શશીકાંત કામ્બલેને લઇને પાેતાના નારાયણી ફાર્મ હાઉસ ખાતે રેલડી લઇને આવ્યા હતા અને ત્યાં તેને ઉતારો આÃયો હતાે. એ પછી તા.31-12-2018ના રોજ પણ અન્ય કાવતરાખોરો આ જ ફાર્મહાઉસ પર આવી પહાેંચ્યા હતા અને નક્કી થયા મુજબ, આરોપીઆેએ જયંતિ ભાનુશાળીની જગ્યાઆે, તેમની આવનજાવન અને લોકેશનની રેકી કરી હતી.

છબીલ પટેલ વિદેશ ભાગી ગયો, મનીષા ભૂગર્ભમાં

સીઆઇડી ક્રાઇમના એડિજીપી અજય તાેમરે જણાવ્યું હતું કે, આ કેસમા મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ અને મનીષા ગાેસ્વામી હજુ પકડવાના બાકી છે. છબીલ પટેલ હત્યાના એક સપ્તાહ પહેલાં જ તા.2જી જાન્યુઆરીએ મસ્કત થઇ વિદેશ ભાગી ગયો હતાે. જયારે મનીષા ગાેસ્વામી જયંતિ ભાનુશાળીની હત્યાના પાંચ દિવસ અગાઉ ભુજમાં રોકાયેલી રહી હતી અને સમગ્ર પરિસ્થિતિ તેમ જ ગતિવિધિઆે પર ચાંપતી નજર રાખી રહી હતી પરંતુ બાદમાં એટલે કે, હત્યાના બે દિવસ પહેલાં તેણી પણ ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. મનીષા ગાેસ્વામીએ તા.3જી જાન્યુઆરીથી તા.6ઠ્ઠી જાન્યુઆરી સુધી કચ્છ-ભુજ ખાતે રોકાઇ સમગ્ર કાવતરું અને ષડયંત્ર પાર પાડવાની વ્યવસ્થા કરવા માટે હાજર રહી હતી. તમામ પ્લાનિંગ પાર પાડયા બાદ તે રફુચક્કર થઇ ગઇ હતી. જો કે, પાેલીસ બંને આરોપીઆેને પકડી લેશે તેવો દાવો તાેમરે કયોૅ હતાે.

છબીલ પટેલને પકડવા ઇન્ટરપાેલની મદદ લેવાશે

પાેલીસે દાવો કયોૅ હતાે કે, આ કેસમાં વિદેશ નાસી ગયેલા છબીલ પટેલને પકડવા માટે પાેલીસ તમામ અને પૂરતા પ્રયાસાે કરશે. ખાસ કરીને જો આરોપી વિદેશમાં જ હશે તાે લુકઆઉટ નાેટિસ જારી કરવા ઉપરાંત, છબીલ પટેલને પકડવા ઇન્ટરપાેલની મદદ પણ લેવાશે. હાલ પાેલીસ છબીલ પટેલનું લોકેશન ટ્રેસ આઉટ કરવા અને તેની ભાળ મેળવવા શકય તમામ પ્રયત્નાે કરી રહી છે. એટલું જ નહી, મનીષા ગાેસ્વામી અને અન્ય નાસતા ફરતાં બે શાપૅશૂટર શશીકાંત બિટિયા અને શેખ અશરફ અનવરને ઝડપી પાડવા ગુજરાત પાેલીસની વિવિધ ટીમો રાજય અને રાજય બહાર મહારા»ટ્ર, પૂણે, ઉત્તરપ્રદેશ સહિતના સ્થળોએ તપાસ ચલાવી રહી છે.

Comments

comments

VOTING POLL