‘ભાભીજી’ વિવાદ પર શિલ્પાએ કર્યો આવો દાવો

February 5, 2018 at 1:16 pm


‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદેએ ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’થી પોતાની ઓળખ બનાવી હતી. આ પછી શોના કારણે તે વિવાદમાં પણ આવી હતી. તેણે પ્રોડ્યુસર પર અનેક પ્રકારના આરોપ પણ લગાવ્યાં હતાં અને મીડિયાના સવાલોનો પણ સામનો કર્યો હતો. જોકે, આ પછી શિલ્પાએ ‘બિગ બોસ’માં ભાગ લીધો અને આ શોને જીત્યો પણ હતો.હવે શિલ્પાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવ શૅર કરતા જણાવ્યું છે કે શોમાં તેના વર્તનને લઇને લોકો પૂછતાં હતાં કે તું આવી શા માટે છો? તું પાગલ છો? શિલ્પા શિંદેએ જણાવ્યું કે લોકો સમજતા નથી કે આ મારો સ્વભાવ જ છે.આ ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ ‘ભાભીજી’ વિવાદ વિશે દિલ ખોલીને વાત કરી હતી. તેણે જણાવ્યું કે,’હું નાની-નાની મુશ્કેલીઓ સામે જોતી નહોતી. તેને અવગણતી હતી. દરેક લોકોને એવું લાગતું હતું કે હું આવી જ છું પરંતુ હું એ બાબતને ગંભીર ન ગણતી હતી.’શિલ્પા શિંદેએ કોન્ટ્રાક્ટના વિવાદ પર કહ્યું હતું કે,’તેમણે એવી વાત ફેલાવી હતી કે તેઓ મને બહારનો રસ્તો બતાવવા ઇચ્છે છે. તેમને લાગ્યું કે હું ડરી જઇશ અને દરેક લોકોની વાત માની લઇશ. કારણકે આટલો મોટો શો કોણ છોડવા માટે તૈયાર થાય. જોકે, મેં એમ ના કર્યું.’નોંધનીય છે કે શિલ્પા શિંદે અને શોના પ્રોડ્યુસર વચ્ચે ‘ભાભીજી ઘર પર હૈ’માં વિવાદ ચાલતો હતો. શિલ્પા શિંદેએ પ્રોડ્યુસર પર છેડતીના આરોપ અને માનસિક રીતે પ્રતાડિત કરવાના આરોપ પણ લગાવ્યાં હતાં. આ મામલે સિન્ટા (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન) પણ વચ્ચે પડ્યું હતું.

Comments

comments

VOTING POLL