ભાયાવદરના ખાખીજાળિયા ગામે માતાના બે પુત્રો સાથે અિગ્નસ્નાન પાછળ ઘૂંટાતું રહસ્ય

August 25, 2018 at 11:39 am


ભાયાવદર તાલુકાના ખાખીજાળીયા ગામે ગઇકાલે સાંજે એક કોળી પરિણિતાએ પોતાના બે માસુમ સંતાનો સાથે અિગ્નસ્નાન કરી જીવાદોરી ટૂંકવી દીધાની ઘટના પાછળ હજુપણ રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. પ્રાથમિક તબકકે બનાવ પાછળ ઘરકંકાસ કારણભૂત હોવાનું માની પોલીસે તપાસના ચક્રાે ગતિમાન કર્યા છે.

ભાયાવદરના ખાખીજાળીયા ગામે રહેતી લીલાબેન જીતેન્દ્રભાઇ તંબોડીયા નામની 30 વષ}ય કોળી પરિણિતાએ પોતાના બે પુત્રો રાજ (ઉ.વ.5) તથા મનિષ (ઉ.વ.3) સાથે કેરોસીન છાંટી અિગ્નસ્નાન કરી લેતા ત્રણેયને ઉપલેટા ખાતે પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખસેડાયા હતાં ત્યાં ત્રણેયના મૃત્યું નિપજયા હતાં.

મુળ ધોરાજીની લીલાબેન ચાર બહેન અને એક ભાઇમાં વચલી હતી. તેના પિતા મજુરીકામ કરે છે. સાત વર્ષ પહેલા લીલાબેનના લગ્ન ખાખીજાળીયા ગામના જીતેન્દ્રભાઇ સાથે થયા હતાં. જીતેન્દ્રભાઇના પિતાનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. તેઆે તેમની માતા મંગુબેન તથા પત્ની અને પુત્ર સહિતના પરિવાર સાથે રહેતાં હતાં.

ગઇકાલે સાંજે પરિવારે સાથે ભોજન લીધું હતું ત્યારબાદ માતા મંગુબેન તથા જીતેન્દ્રભાઇ અલગ અલગ રૂમમાં સુવા માટે ગયા હતાં. આ સમયે પાછળથી લીલાબેને પોતાના બન્ને પુત્રો રાજ અને મનિષ સાથે કેરોસીન છાંટી અિગ્નસ્નાન કરી લીધું હતું. લીલાબેન તથા બન્ને માસુમોની બુમો સાંભળીને જીતેન્દ્રભાઇ તથા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતાં અને ત્રણેયને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં ઉપલેટા હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતાં. જયાં વધુ સારવારની જરૂર જણાતા ત્રણેયને રાજકોટ રીફર કરાયાં હતાં, પરંતુ ત્રણેયના મૃત્યું નિપજ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે બે ભાઇ અને ચાર બહેનોમાં વચલા નંબરના જીતુભાઇ મજુરીકામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પત્ની મૃતક લીલાબેન પણ મજુરીકામ કરી પતિને મદદરૂપ થતાં હતાં. બન્ને સંતાનો ગામમાં આવેલા બાલક્રિડા ઘરમાં અભ્યાસ કરતાં હતાં. લીલાબેનના પરિવારજનોએ કોઇ ગૃહકલેશ હોવાની વાતનો પોલીસ સમક્ષ ઇન્કાર કરતાં આ બનાવ પાછળ રહસ્ય ઘેરુ બન્યું છે. બનાવની તપાસ ભાયાવદરના પીએસઆઇ જે.યુ.ગોહિલ ચલાવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL