ભારતના નવા વડાપ્રધાન અને ઈમરાન ખાન વચ્ચે જુનમાં બેઠક થવાની સંભાવના

April 15, 2019 at 10:28 am


સરકાર બન્યા બાદ જૂનમાં નવા વડાપ્રધાને બહપક્ષીય સંમેલન માટે વિદેશનો પ્રવાસ કરવો પડશે. તે 14-15 જૂનના બિશ્કેકમાં આયોજિત થવા જઈ રહેલા શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સંમેલનમાં ભાગ લેશે જ્યાં તેનો આમનો-સામનો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે થશે.

પુલવામામાં થયેલા આતંકી હમલા અને બાલાકોટ સ્ટ્રાઈક બાદ ચૂંટણી કેમ્પેનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ થઈ રહ્યો છે. તાજેતરમાં જ ઈમરાન ખાનનું નિવેદન આવ્યું હતું કે પાકિસ્તાન ભારતમાં દક્ષિણ પંથી સરકારના પક્ષમાં છે. આ નિવેદન પછી ચૂંટણીનો માહોલ વધુ ગરમાઈ ગયો છે. હાલના પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત સોહેલ મહમૂદે કહ્યું કે અમને આશા છે કે ભારતમાં ચૂંટણી બાદ નવીદિલ્હી સાથે અમારી ફરીથી વાતચીત થશે. પાકિસ્તાન અને ભારત વચ્ચે વાતચીત ક્ષેત્રમાં ટકાઉ શાંતિ અને સુરક્ષાની ઈમારત ઉભી કરવામાં મદદ મળશે.

જૂનમાં જ નવા પીએમ જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે ઓસાકા જશે. આ વિશ્ર્વ બેન્કની ટોચની અર્થવ્યવસ્થાઓના નેતાઓની સાથે અથવા તો પહેલી અને નવી વાતચીત હશે. 2019ના બીજા સપ્તાહમાં નવા વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય કટિબદ્ધતાઓ સાથે બંધાયેલા રહેશે. રશિયામાં વાર્ષિક સંમેલન માટે મોદીએ મોસ્કો જવાનું રહેશે જ્યારે ભારત-ચીન અનૌપચારિક સમિટ માટે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે.

Comments

comments

VOTING POLL