ભારતના પ્રવાસ માટે ડોનલ્ડ ટ્રમ્પે હજુ નિર્ણય નથી કર્યોઃ વ્હાઈટ હાઉસ

August 2, 2018 at 10:43 am


ભારતે પ્રજાસત્તાક પર્વમાં મુખ્ય અતિથિ બનવા ટ્રમ્પને આપ્યું છે આમંત્રણ
વોશિંગટન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક આેબામા પછી હવે હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ તેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સેન્ડર્સે જણાવ્યું કે ટ્રેમ્પને આમંત્રણ મળ્યું છે પણ તેને નથી લાગતું કે ભારત યાત્રા વિશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કોઈ અંતિમ નિર્ણય લીધો છે.
સારા સેન્ડર્સે કહ્યું- હું જાણું છું કે રાષ્ટ્રપતિને ભારત યાત્રા માટે નિંમંત્રણ મળ્યું છે પણ હું નથી માનતી તેના પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હોય. પાછલા વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડ માટે ભારતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને મુખ્ય અતિથિ બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
પત્રકારોને તેમણે એ રિપોર્ટ વિશે પૂછ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષના પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ટ્રમ્પને મુખ્ય અતિથિ તરીકે આમત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે 2+2 ચર્ચામાં રાષ્ટ્રપ્રમુખની આગામી વર્ષની યાત્રા પર ચર્ચા કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL