ભારતના લોકોના મનની વાત મોદી કરી રહ્યાા નથી : રાહુલ

September 10, 2018 at 7:36 pm


કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સાથે સાથે મહાગઠબંધનને મજબૂત કરવાની અપીલ કરી હતી. શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા કાેંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોએ ભારત બંધના ભાગરુપે શક્તિ પ્રદર્શન કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કાેંગ્રેસને સારીરીતે માહિતી છે કે, તે એકલા હાથે ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં નથી. આજ કારણસર મહાગઠબંધન મારફતે મેદાનમાં ઉતરવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ રામલીલા મેદાનમાં આયોજિત ધરણામાં ફરીએકવાર ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, મોદી જ્યાં જાય છે ત્યાં લોકોને વિભાજિત કરે છે. પેટ્રાેલ ડીઝલના ભાવ ઉપર મોદી કોઇ નિવેદન કરતા નથી. બે કરોડ લોકોને રોજગારીની વાત કરી હતી. ગેસ સિલિન્ડરનાે ભાવ 800 રૂપિયા સુધી છે. દેશના લોકો જે સાંભળવા માંગે છે તે અંગે મોદી કોઇ નિવેદન કરતા નથી. રાહુલે ઉમેર્યું હતું કે, ખેડૂતાે અને મજુરોને રસ્તા દેખાઈ રહ્યાા નથી. ખેડૂતાેની દેવા માફી થઇ રહી નથી. સંસદમાં રાફેલ ડીલને લઇને પ્રશ્નો ઉઠી રહ્યાા છે. નાેટબંધીના પરિણામ સ્વરુપે નાના રોજગારો અને દુકાનદારો નષ્ટ થઇ ચુક્યા છે. તમામ લોકોના કાળા નાણા સફેદ થઇ ચુક્યા છે. નાેટબંધીના કારણે કોઇ અસર થઇ નથી. જીએસટી ઉપર ભાજપને ટાગેૅટ કરતા તેમણે કહ્યું હતું કે, વિચારધારા એક ટેક્સની રહી હતી પરંતુ પાંચ જુદા જુદા ટેક્સ લાગૂ કરવામાં આવ્યા છે. નાના કારોબારીઆેની હાલત કફોડી બનેલી છે. અમે તમામ પક્ષો સાથે મળીને ભાજપને હરાવવા જઇ રહ્યાા છીએ. જે દુખ દેશની જનતાના મનમાં છે તે દુખ પણ અમારી સાથે છે. સાથે મળીને અમે ભાજપને હરાવવા માટે ઇચ્છુક છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનિંસહે રામલીલા મેદાન પર આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, આ સરકાર દરેક મોરચા ઉપર નિ»ફળ રહી છે. હવે સમય આવી ગયો છે કે, મતભેદ ભુલાવીને તમામ પક્ષો સાથે આવે. સરકાર બદલવાનાે સમય આવી ગયો છે. મનમોહનિંસહે કહ્યું હતું કે, આ સરકારના ગાળામાં ખેડૂતાે, નાના વેપારીઆે પરેશાન છે. યુવાનાેને રોજગારી મળી રહી નથી. મોદી સરકારે જે વચન આÃયા હતા તે પૂર્ણ થઇ રહ્યાા નથી. દેશની એકતા અને અખંડતાને જાળવી રાખવા માટે તમામ પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. મોદી સરકાર એવા પગલા લઇ રહી છે જે દેશના હિતમાં નથી.

Comments

comments

VOTING POLL