ભારતના 10 ક્રિકેટરો આઇસીસી રેન્કિંગ્સમાં ચમકી રહ્યા છે!

November 27, 2019 at 11:02 am


Spread the love

ભારતીય ક્રિકેટરોમાંથી 11 ખેલાડીઓ એવા છે જેઓ અત્યારે આઇસીસી વર્લ્ડ રેન્કિંગ્સમાં ટોપ-ટેનમાં છે. વિરાટ કોહલી ટેસ્ટ-બેટિંગમાં વર્લ્ડ નંબર-ટૂ તથા વન-ડેમાં નંબર-વન છે. ચેતેશ્ર્વર પુજારા ટેસ્ટ-બેટિંગમાં નંબર-ફોર, અજિંક્ય રહાણે નંબર-ફાઇવ અને મયંક અગરવાલ નંબર-ટેન છે. ટેસ્ટ-બોલિંગમાં જસપ્રીત બુમરાહ નંબર-ફાઇવ અને વન-ડે બોલિંગમાં નંબર-વન છે. રવિચન્દ્રન અશ્ર્વિન ટેસ્ટ-બોલિંગમાં નંબર-નાઇન તથા ટેસ્ટ-ઑલરાઉન્ડરોમાં નંબર-ફાઇવ છે. રવીન્દ્ર જાડેજા ટેસ્ટ-ઑલરાઉન્ડરોમાં નંબર-ટૂ છે. રોહિત શર્મા વન-ડે બેટિંગમાં નંબર-ટૂ તથા ટી-ટ્વેન્ટી બેટિંગમાં નંબર-એઇટ છે. હાર્દિક પંડ્યા વન-ડે ઑલરાઉન્ડરોમાં નંબર-ટેન છે, જ્યારે લોકેશ રાહુલ ટી-ટ્વેન્ટી બેટિંગમાં નંબર-નાઇન છે.

વિરાટ કોહલી વન-ડેમાં ઘણા મહિનાઓથી બેટિંગમાં નંબર-વન છે અને હવે ટેસ્ટમાં પણ મોખરાના ખેલાડી સ્ટીવ સ્મિથની લગોલગ આવી ગયો છે. સ્મિથના 931 અને વિરાટના 928 પોઇન્ટ છે. મયંક અગરવાલ ગઈ કાલે પહેલી વાર ટેસ્ટ-બેટિંગમાં ટોપ-ટેનમાં પ્રવેશ્યો હતો. ભારતે તાજેતરમાં જ ઉપરાઉપરી ચાર ટેસ્ટ-મેચ એક દાવથી જીતીને નવો વિશ્ર્વવિક્રમ રચ્યો છે. સતત સાત ટેસ્ટ-મેચમાં જીત મેળવવો એ પણ ભારતનો નવો રેકોર્ડ છે.