ભારતની આર્થિક હરણફાળ

July 13, 2018 at 4:23 pm


નોટબંધી,જીએસટી અને અન્ય ઘરેલુ પગલાંઆેને કારણે ડામાડોળ ગણાવાયેલી ભારતની આર્થિક સ્થિતિ ઘણી સધ્ધર છે તે વર્લ્ડ બેન્કના એક અહેવાલમાં સાબિત થયું છે. બેન્કના 2017ના વર્ષના સુધારેલા આંકડા મુજબ ભારત ફ્રાન્સને પાછળ રાખીને વિશ્વનું છઠ્ઠા ક્રમનું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે. વર્લ્ડ બેંકે 2017ના વર્ષનું વૈશ્વિક આર્થિક મૂલ્યાંકન જાહેર કર્યું, તે મુજબ ભારતે ફ્રાન્સને પાછળ રાખીને છઠ્ઠી આર્થિક મહાસત્તા બનવા જેટલો આર્થિક વિકાસ સાધ્યો છે. ફ્રાન્સ કરતાં ભારતના ગ્રાેસ ડોમેસ્ટિક પ્રાેડક્ટ (જીડીપી)ના દરમાં વધારો થયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર આર્થિક નીતિઆે અંગે માછલાં ધોવાતાં રહ્યા પણ જુલાઈ, 2017થી ભારતની આર્થિક વૃિÙ અને તેના વિકાસદરમાં નાેંધનીય સુધારો જોવા મળ્યો છે. એમ જોવા જઈએ તો ફ્રાન્સની વસતી 67 મિલ્યનની છે, જ્યારે ભારતની વસતિ ઘણી વધારે છેે, તેમ છતાં પણ વિકાસદરમાં વૃિÙ થઈ શકી છે. જોકે ફ્રાન્સનો પરકેપિટા જીડીપી દર ભારત કરતાં 20 ગણો વધારે હોવાનું વિશ્વબેંક જણાવે છે.

વૈશ્વિક આર્થિક મૂલ્યાંકન મુજબ અમેરિકા પહેલા ક્રમે જ રહ્યું છે અને ત્યાર પછીના ક્રમ અનુક્રમે ચીન, જાપાન, જર્મની અને બ્રિટનનું સ્થાન છે. આ અગાઉ એ દેશો પછી ફ્રાન્સનો નંબર આવતો હતો, પરંતુ 2017ના પૂરા થતા વર્ષમાં ફ્રાન્સને પાછળ રાખી, ભારતે છઠ્ઠાે ક્રમાંક હાંસલ કર્યો છે. એ સિિÙનું સોપાન છે. એમાં શંકાને સ્થાન નથી કે, આ સિિÙ પાછળ સરકારે કરેલો ખર્ચ અને રોકાણનું પીઠબળ મુખ્ય પરિબળો છે. નિષ્ણાત વૈશ્વિક આર્થિક સર્વેક્ષણ કરતી સંસ્થાઆે તો એટલે સુધી કહે છે કે, 2019ના વર્ષમાં ભારત લક્ષ્યાંક સિÙ કરી શકશે અને કદાચ ચીનને પણ પાછળ રાખી દેશે. એ ચિત્ર દક્ષિણ એશિયા પૂરતું સીમિત રહેશે, પરંતુ આગામી વર્ષ દરમ્યાન બ્રિટનને પણ ફ્રાન્સની માફક પાછળ રાખી દઈને વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવતો દેશ બની જશે.

Comments

comments