ભારતની ગર્જિકલ સ્ટ્રાઇક

March 1, 2019 at 10:31 am


કરોડો ભારતીઆેના હૃદયમાં ધધકતી આગ સજીર્કલ સ્ટ્રાઇક-પાર્ટ 2 પછી થોડી શાંત થઇ છે પણ હજુ જોશ તેના ઉફાણ ઉપર જ છે. અને ભારત જ્યાં સુધી પાકિસ્તાનની ધૂળ નહી ચટાવે ત્યાં સુધી આ જોશ આેછું પણ નથી થવાનું.ભારત હવે ‘ તુમ એક મારોગે તો હમ ચાર મારેંગે ‘ ની નીતિ અપનાવવા માંગે છે અને આ માટે આખો દેશ સરકારની સાથે ઉભો છે. પુલવામામાં થયેલા હુમલા પછી બચ્ચા હોય કે બુઢા બધાનું લોહી ઉકળી ઉઠéું છે. સિત્તેર – સિત્તેર વર્ષ સુધી પાકિસ્તાનની નાલાયકી સહન કર્યા પછી હવે દિકરાને બાપની તાકાતનો પરિચય આપી દેવાનો સમય આવી ગયો છે. એવું નથી કે, ભારત દર વખતે ખાલી મોટી મોટી વાતો કરે છે, બીજું કાંઈ કરતુ નથી પણ બધા જાણે છે કે, ભારત હંમેશા શાંતિ ઇચ્છતું આવ્યું છે. ભારતે ક્યારેય પહેલો ઘા કર્યો નથી પણ પહેલા પી.આે.કે.માં અને હવે પાકની ધરતી ઉપર એલ.આે.સી.ને પાર સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતે તાકાત બતાવી દીધી છે. ભારતની તોપો અને યુધ્ધ વિમાનો ગરજી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતની પાકિસ્તાન ઉપર ગર્જિકલ સ્ટ્રાઇક થઇ છે તેમ પણ કહી શકાય.

પુલવામા આતંકી હુમલા બાદ પુરાવા માગવા જેવી બહાનાબાજી કરતા પાકિસ્તાનને માત્ર પાઠ ભણાવવાની જ નહી, પરંતુ એવો કડક સંદેશ આપવાની પણ જરુર હતી કે ભારત હવે તેને-તેની બહાનાબાજીને કોઇ સંજોગોમાં સાંખી લેશે નહી. આખરે ભારતે પ6ની છાતી બતાવીને પાકિસ્તાનના આતંકી કેમ્પ તહસ-નહસ કરી નાખ્યા. ભારતે પાકિસ્તાનને બતાવી દીધું કે સહનશિક્તની પણ એક મર્યાદા હોય છે. આપણાં ફાઇટર મિગ વિમાનોએ એલઆેસી આેળંગીને પાકિસ્તાન સરહદમાં જઇને તેના મર્મ અને મનોબળ પર એવો મરણતોલ ઘા કર્યો છે કે જેની કળ વળતાં પાકિસ્તાનને ઘણો લાંબો સમય લાગશે.

બાલાકોટમાં સફળ હવાઇ હુમલાને અંજામ આપ્યા બાદ ભારત દુનિયાને એ સંદેશ આપવામાં સફળ રહ્યું છે કે તેણે પાકિસ્તાનના નાગરિકોને નિશાન બનાવવાના બદલે તેની ધરતી પર ચાલતા આતંકી અડ્ડાઆેને નિશાન બનાવીને સાફ કરી નાખ્યા છે. ભારતીય વાયુદળે જે પરાક્રમક્ષમતા અને સાહસનો પરિચય કરાવ્યો છે તે સમગ્ર વિશ્વ સમુદાય માટે એક સંદેશ છે. આવો સંદેશ ભારત આપવામાં એટલા માટે સફળ રહ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે જરુરી રાજકીય મનોબળનો પરિચય આપ્યો છે. મિરાજ વિમાનો ભારત પાસે વર્ષોથી હતાં, પરંતુ પ6ની છાતી ધરાવતી નેતાગીરીનો અભાવ હતો.

ભારતીય વાયુસેનાનાં 1ર મિરાજ ફાઈટર જેટે 1,000 કિલો જેટલા બોમ્બ ફેંકીને જૈશ-એ-મોહંમદના 3પ0 કરતાં પણ વધુ આતંકવાદીઆેને ખતમ કરી નાખ્યા એ ઘટના ભારતની આંતરરાષ્ટ્રીય શાખ કેટલી Kચી ગઈ છે એનો સૌથી મોટો પુરાવો છે. વિધિસર યુÙની જાહેરાત વિના આંતરરાષ્ટ્રીય સીમાઆે આેળંગવાનું પરાક્રમ કોઈ દેશને પોસાય જ નહી. ભારતે કારગિલ યુÙ વખતે પણ લાઈન આેફ કંટ્રાેલ આેળંગી નહોતી. અત્યારે તો એલઆેસીથી છેક પ0 કિલોમીટર દૂરના બાલાકોટની નજીકના સ્થળે તાલીમ લઈ રહેલા આતંકવાદીઆેને મારવા આપણે 12 ફાઈટર જેટને મોકલી શકીએ છીએ અને સહી-સલામત પાછાં લાવી શકીએ છીએ. ભારતની આ તાકાત વાયુસેનાને આભારી છે.

આમ જોઇએ તો યુÙ જીતવા માટે બળ તો જરુરી જ છે પણ સાથે કળનીય જરુર છે. પુલવામાના અધમ કૃત્ય પછી વેરનાં વળામણાં ભારતે કયા¯, જેથી આખા દેશની છાતી ગજગજ ફૂલી ગઇ. દરેક ભારતીયની છાતી આજે છપ્પન ઇંચની થઇ છે અને એનું એકમાત્ર કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હિંમત. યાદ રહે કે ઉરી પછીની સર્જિકલ સ્ટ્રાઇક અને હવે પુલવામા પછીની એર સ્ટ્રાઇક આપણી સરકાર-સેના બંનેને આભારી છે.

મોદી સરકારે ત્રાસવાદ વિરોધી આેપરેશનની વ્યાખ્યા જ બદલી નાખી. મોદી સરકારે જાતે જ પોતાના પર લાદેલી પ્રથમ હવાઇ હુમલો નહી કરવાની બં્ધી હટાવી નાખી. હવે તો પાકિસ્તાન રીતસરનું ફફડી રહ્યું છે. તેને એ ખબર નથી કે ક્યાંથી-કયાં શસ્ત્રાેથી ભારત સરહદેથી આવી તેને પીખી નાખશે. આ કારણે ઇસ્લામાબાદની Kઘ હરામ થઇ ગઇ છે, કારણ કે ભારતે અડધી રાતે અમેરિકાવાળી કરી નાખી. એક પણ નાગરિકની જાનહાનિ વગર આતંકવાદના હાર્દ પર ત્રાટકવાની ભારતીય હવાઇદળની ક્ષમતાથી આઇએસઆઇને જબરદસ્ત આઘાત લાગ્યો છે.

આ ઉપરાંત ભારતે પોતાની લશ્કરીક્ષમતા ઉપરાંત ચાણકયચાલનો પણ પાકિસ્તાનને પરિચય કરાવી દીધો. પુલવામા હુમલા બાદ ભારતે એવી તૈયારીઆે કરી હતી કે તેનાં મિગ વિમાનોએ સચોટ નિશાન તાકીને આતંકી અડ્ડાઆેનો સફાયો કર્યો હતો. આ માટે ભારત પાસે અગાઉથી જ બાલાકોટના આતંકી અડ્ડાઆેની રજેરજ વિગતો આવી ગઇ હતી. આમ, ભારતે પોતાની સૈન્ય તાકાત સાથે ચાણકયચાલનો પણ પાકિસ્તાનને પરચો આપી દીધો.

Comments

comments

VOTING POLL