ભારતને સેલ્ફ ડિફેન્સનો પુરો અધિકારઃ અમેરિકાનો ભારતને સંદેશો

February 16, 2019 at 10:48 am


જમ્મુ કાશ્મીરનાં પૂલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા આતંકી હુમલા અંગે અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને સંવેદનાઆે વ્યક્ત કરી. તેમણે પોતાના ભારતીય સમકક્ષ અજીત ડોવાલ સાથે ફોન પર વાત કરતા કહ્યું કે, ‘આતંકવાદ સામે લડવા માટે અમેરિકા ભારતની સાથે છે.’

મળતી જાણકારી પ્રમાણે બોલ્ટને શુક્રવારે સવારે એનએસએ ડોભાલ સાથે વાચચીત કરી હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રતિ દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આશ્વાસન આપતા કહ્યું છે કે અમેરિકા ભારતની સાથે છે અને આના દોષીઆેને સજા મળશે.

બોલ્ટને પીટીઆઈને જણાવ્યું કે, ‘અજીત ડોભાલ સાથેની વાતચીતમાં ભારત સાથેનાં આત્મરક્ષાનાં અધિકારનું સમર્થન કરીએ છીએ. આતંકવાદનાં મુદ્દે અમારી વિચારશૈલી એકદમ સ્પષ્ટ છે અને અમે પાકિસ્તાનની સાથે પણ સંવાદ કરી રહ્યાં છે.’

નાેંધનીય છે કે જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)નાં કાફલા પર ગુરુવારે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થઇ ગયા હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતાં. આ હુમલાને પગલે અમેરિકાએ એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં અમેરિકાનાં નાગરિકોને કહેવામાં આવ્યું છે કે આતંકવાદને કારણે પાકિસ્તાન જતા પહેલા વિચાર કરી લે.

આ પહેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને તમામ આતંકી દળોને મદદ અને તેમને પનાહ આપવાની તત્કાળ બંધ કરી દે તેવું કહ્યું છે. ટ્રમ્પની પ્રેસ સચિવ સારા સ¦ડર્સે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું તમે અત્યારેજ આતંકી દળોને મદદ કરવાની બંધ કરી દે.’

Comments

comments

VOTING POLL