ભારતમાં લોન્ચ થયું 40 ઇંચનું આ સ્માર્ટ ટીવી, કિંમત 19 હજાર રુપિયાથી પણ ઓછી

March 5, 2019 at 9:06 pm


હાલની દુનિયા એટલે ટેલીવિઝનની દુનિયા….ટેલીવિઝન વિહોણું એકપણ ઘર જોવા મળતું નથી….ભારતમાં સ્માર્ટફોનની સાથે સાથે સ્માર્ટ ટીવીનો ક્રેઝ પણ તેજીથી વધી રહ્યો છે અને તેનો લાભ લેવા માટે દુનિયાભરની તમામ કંપનીઓ ભારતમાં સ્માર્ટ ટીવી લોન્ચ કરી રહી છે. હાલમાં થોડા દિવસ પહેલા જ 32 ઇંચનું એન્ડ્રોઇટ ટીવી ભારતમાં લોન્ચ થયું છે જેની કિંમત 4999 રુપિયા છે. હવે 40 ઇંચનું એન્ડ્રોઇડ ટીવી લોન્ચ થયું છે જેની કિંમત 18,990 રુપિયા છે, તેના ફિચર્સ વિશે વાત કરીએ તો….

આ સ્માર્ટ ટિવી લોન્ચ કરનારી કંપનીનું નામ Daiwa છે, જેને ભારતમાં 40 ઇંચનું નવું સ્માર્ટ ટીવી D42E50S લોન્ચ કર્યુ છે. આ ટીવીમાં એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ છે. આ ઉપરાંત, આ ટીવીમાં 40-ઇંચની પૂર્ણ એચડી એલઇડી ડિસ્પ્લે છે, જે 1920×1080 પિક્સેલ્સ છે. ટીવીનું બોડી ખૂબ પાતળું છે અને તેમાં બેઝલ ખૂબ જ ઓછું છે.

ડાઇવા D42E50S સ્પષ્ટીકરણ વિશે વાત કરીએ તો તેમા 20 વૉટના બે સ્પીકર્સ છે. આ ઉપરાંત તેમાં 5 ઑડિઓ મોડ્સ પણ છે. આ ટીવીમાં કોર્ટેક્સ-એ 53 ક્વાડકોર પ્રોસેસર, 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ છે, સાથે જ આ ટીવીની સુવિધા છે કે તમે ટીવી એપ્લિકેશન સ્ટોરમાંથી તમને જોઈતી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકશો. તેમાં ત્રણ એચડીએમઆઇ, બે યુએસબી, એવી અને ટીએફટી કાર્ડ સ્લોટ્સ છે. જેમાં Wi-Fi પણ છે.

આ સ્માર્ટ ટીવીની કિંમત રૂ. 18, 990 રુપિયા છે અને તેનું વેચાણ એમેઝોન, પેટીએમ ઉપરાંત સ્ટોર્સમાંથી પણ થઇ રહ્યું છે.

Comments

comments

VOTING POLL