ભારતમાં વિપુલ તકો છતાં વિદેશમાં વિદ્યાર્થીઆેનો ઝુકાવ!

February 7, 2019 at 10:26 am


આપણાં યુવાનો ઘરઆંગણેના ગોળના ગાડાં છોડીને વિદેશી સેકરિન ફાંકવા વિદેશ શા માટે દોડી જતા હશેં આવો પ્રñ ઘણીવાર ઘણાંને થતો હશે. સવાલ સ્વાભાવિક પણ છે. એની સામે જુવાનિયાઆેની એવી દલીલો પણ રહી છે કે મોડર્ન જીવનશૈલી, આધુનિક સુવિધાઆે, સ્વચ્છતા, સભ્યતા, શિસ્ત, કાયદાઆેનું પાલન જેવું આપણા દેશમાં કયાં છેં મહદ્અંશે એમની દલીલોમાં તથ્ય પણ લાગે, પરંતુ વિદેશ જવા માટે કોઈ પણ પગલું ભરવું કે ગેરકાયદે ત્યાં વસવાટ કરવો એ પણ ઉચિત પગલું તો નથી જ નથી.

તાજેતરમાં અમેરિકામાં ઈમિગ્રેશનના કાયદાઆેનું ઉંંઘન કરનારા 129 ભારતીય વિદ્યાર્થીઆેને ભારતભેગા થઈ જવા સુધીની નોબત આવી છે ત્યાં તેમની અટકાયત થઈ છે, ભારત સરકારે હસ્તક્ષેપ કરવો પડéાે છે. આ વિદ્યાર્થીઆે અમેરિકાના વીઝા મેળવવા માટે બનાવટી યુનિવસિર્ટીમાં એડમિશન લીધા હોવાનું કહેવાય છે.

આજે ભારતમાં વિપુલ તકો નિમાર્ણ થઈ રહી છે. સાયન્સ, ફામાર્સ્યુટિકલ, આઈટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી યુવાનો માટે દરવાજા ખુલ્લા થઈ રહ્યા છે ત્યારે અમેરિકા જઈને ગેરકાયદે વસવાટ કરવાનું પગલું શા માટે ભરવું જોઈએં

હા, થોડા વર્ષો પહેલાની વાત જુદી છે જ્યારે ભારતની ઈકોનોમી, ટેક્નોલોજી, ઉદ્યાેગ-ધંધાઆે ગતિશીલ ન હતા અને વિદેશના અર્થતંત્રને આપણે જેટલું મજબૂત માનીએ છીએ એટલું રહ્યું નથી, એ પણ હકીકત છે.

અમેરિકી કે યુકેમાં રહેતા મૂળ ભારતીયોની હાલત જાણી જોજો. ત્યાં કેટલી વિશે સો થાય છે એ એમનું મન જ જાણે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે થોડા વખત પહેલાં એક સૂત્ર આપેલુંઃ બાય અમેરિકા, હાયર અમેરિકા. એચ-વનબી વીઝા હોલ્ડરો તો ઠીક છે, પરંતુ આ પ્રકારના વીઝા ધારકોના એચ-ફોર વીઝા તથા એલ-વન વીઝા હોલ્ડર ફેમિલી મેમ્બરોને પણ મુશ્કેલી થશે, એવો એમનો અણસાર હતો. મતલબ ઘરના ઘંટી ચાટે અને પડોશીને આટો એવું ટ્રમ્પ ઈચ્છતા નથી. સૌ પ્રથમ અમેરિકન કંપનીઆેએ અમેરિકી નાગરિકોને નોકરી આપવાની એવી તેમની સાફ નીતિ છે. ભારતમાં વિપુલ તકો છે તો પછી વિદ્યાર્થીઆેએ વિદેશનો મોહ છોડી દેવોૈ જોઈએ.

Comments

comments

VOTING POLL