ભારતમાં સેમસંગે લોન્ચ કર્યુ વાયરલેસ ચાર્જર અને પાવરબેંક

May 24, 2019 at 12:16 pm


સેમસંગે ભારતમાં વાયરલેસ ચાર્જર અને પાવરબેંક લોન્ચ કર્યું છે. આ વાયરલેસ પાવર બેંક 10,000 એમએએચની છે. વાયરલેસ ચાર્જર વિશે વાત કરીએ તો આ ડ્યૂઓ પૅડ છે અને તેનો ઉપયોગ કરીને તમે એકસાથે વિવિધ ઉપકરણોને ચાર્જ કરી શકો છો.

સેમસંગના ચાર્જર્સ Qi સર્ટિફાઇડ છે,  એટલે કે  મોટાભાગના વાયરલેસ ચાર્જિંગ સપોર્ટવાળા સ્માર્ટફોન આનાથી ચાર્જ કરી શકાય છે. .

10,000 એમએએચની પાવર બેંકની કિંમત 3,699 રૂપિયા રાખવામાં આવી છે. આ વાયરલેસ પાવર બેંક સિલ્વરટચ અને પિંક કલર વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ થશે. વાયરલેસ ચાર્જર ડ્યૂઓ પૅડની કિંમત રૂ. 5,999 છે અને તે બ્લેક અને વ્હાઈટ કલર વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ હશે

તમે એમેઝોન અને ફ્લિપકાર્ટથી ટૂંક સમયમાં આ બંને સેમસંગ ચાર્જર્સને ખરીદી શકો છો. આ ઉપરાંત સેમસંગની ઇ-શોપ અને સેમસંગ ઓપેરા હાઉસથી ખરીદી શકાય છે. આ વાયરલેસ ચાર્જર સાથે, તમે ગેલેક્સી નોટ સીરીઝ અને ગેલેક્સી એસ સીરીઝ સહિત Galaxy Bud, Galaxy Watch અને Qi સર્ટિફાઇડ ડિવાઇસ ચાર્જ કરી શકો છો.

Comments

comments

VOTING POLL