ભારતમાં 10માંથી 7 પરિણીત મહિલાઓ પોતાના પતિને છેતરે છે

April 24, 2019 at 10:51 am


એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડેનએ એક ચોંકાવનારું તારણ પ્રસ્તુત કરતાં કહ્યું કે ભારતમાં 10માંથી 7 મહિલાઓ પોતાના પતિને છેતરી રહી છે કેમ કે તેઓ ઘરના કામમાં ભાગ લેતાં નથી ! અનેક મહિલાઓએ પોતાના સાથીઓને માત્ર એટલા માટે છેતયર્િ કેમ કે તેમના લગ્ન નીરસ થઈ ગયા હતા.
ગ્લીડેન નામની આ ડેટિંગ એપ્નો ભારતમાં પાંચ લાખથી વધુ લોકો ઉપયોગ કરે છે અને આ એપે ‘મહિલાઓ એડલ્ટરી મતલબ કે વ્યાભીચાર શા માટે કરે છે’ના શીર્ષક હેઠળ સર્વેક્ષણ કરાવ્યું જેમાં ખુલાસો થયો કે બેંગ્લોર, મુંબઈ અને કોલકત્તા જેવા મહાનગરોમાં એવી મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે જે પોતાના પતિઓને છેતરી રહી છે.

ગ્લીડેનના માર્કેટિંગ નિષ્ણાત સોલેન પેલેટે જણાવ્યું કે 10માંથી 4 મહિલાઓનું માનવું છે કે અજાણ્યા વ્યક્તિ સાથે મોજ-મસ્તી બાદ તેમના જીવનસાથી સાથે તેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. પાંચ લાખ ભારતીય ગ્લીડ યુઝર્સમાંથી 20 ટકા પુરુષો અને 13 ટકા મહિલાઓએ પોતાના જીવનસાથીને છેતયર્િ હોવાની વાતનો એકરાર કર્યો છે.

ગ્લીડન એપ્ને 2009માં ફ્રાન્સમાં લોન્ચ કરવામાં આવી હતી. ગ્લીડેન 2017માં ભારતમાં આવી અને માત્ર બે વર્ષની અંદર ભારતમાં તેના 30 ટકા સભ્યો બની ગયા હતાં. તેમાં 34 વર્ષથી 49 વર્ષ વચ્ચેની પરિણીત મહિલાઓ પણ સમાવિષ્ટ છે. ગ્લીડેન યુઝ કરનારી લગભગ 77 ટકા ભારતીય મહિલાઓએ એ વાત માની કે તેનું તેના પતિને છેતરવાનું મુખ્ય કારણ તેના લગ્ન નીરસ થઈ જવાનું છે.

Comments

comments

VOTING POLL