ભારતીયોએ રૂા.50,000 કરોડના ચાઇનીઝ સ્માર્ટફોન્સ ખરીદ્યા

October 29, 2018 at 10:55 am


ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2018માં ગ્રાહકોએ ટોચની ચાર ચાઇનીઝ બ્રાન્ડ્સ પાછળ રૂા.પ0,000 કરોડ ખર્ચ કર્યા હતાં. અગાઉના નાણાકીય વર્ષમાં થયેલ ખર્ચ કરતા આ રકમ બમણી છે. ચાઇનીઝ બ્રાન્ડના પ્રભાવના કારણે આ ટ્રેન્ડ જારી રહેવાની શકયતા છે.
ચાર અગ્રણી બ્રાન્ડ્સ શોઆેમી, આેપ્પાે, વિવો અને આેનર તથા બીજી બ્રાન્ડ્સ લેનોવો, મોટોરોલા, વનપ્લસ અને ઇિન્ફનિકસ સાથે મળીને સ્માર્ટફોન માર્કેટમાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ચાલુ વર્ષમાં પણ ચાઇનીઝ કંપનીઆેના વેચાણમાં ઝડપી વધારો થયો હતો. બે એનાલિટ્સે કહ્યું કે ચાઇનીઝ બ્રાન્ડ્સ ભારતમાં ઉચ્ચ સ્પેસિફિકેશન ધરાવતા ફોન નીચા ભાવે રજૂ કરી રહ્યા છે. સાઉથ કોરિયા, જાપાન અને ભારતીય કંપનીઆે કરતા તેમના ભાવ આેછા છે અને પોતાની જાતને વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી છે. કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના એસોસિયેટ ડિરેકટર તરૂણ પાઠકે જણાવ્યું કે, ટોચની ચાઇનીઝ બ્રાન્ડ્સ શેન્ઝેન હાર્ડવેર એન્ડ આર એન્ડ ડી હબનું સરળ એકસેસ ધરાવે છે તથા મજબૂત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમનો લાભ મળે છે. તેનાથી તેમને ઇનોવેટર બનાવવામાં મદદ મળી છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ ચીનની બ્રાન્ડ્સ, શાઆેમી, આેપ્પાે, વિવોએ મેન્યુફેકચરિ»ગ યુનિટ સ્થાપ્યા છે તેથી ભારતને ફાયદો થશે અને રોજગારી વધશે. શાઆેમીએ એપ્રિલમાં સ્માર્ટફોન કોમ્પોનન્ટ મેન્યુફચરિ»ગમાં રૂા.15,000 કરોડના રોકાણની યોજના જાહેર કરી હતી.

Comments

comments

VOTING POLL