ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો 25 અબજ ડોલર ઠાલવશે

July 18, 2019 at 10:39 am


Spread the love

મોર્ગન સ્ટેન્લીને ભારતીય બજારમાં 25 અબજ ડોલરના રોકાણપ્રવાહનો અંદાજ છે. સરકાર ફ્રી ફલોટ સમસ્યા ઉકેલવાની દિશામાં પ્રયાસ શરૂ કર્યો છે અને તાજેતરના બજેટના કેટલાંક ફેરફારનો પ્રસ્તાવ મૂકયો છે. મોર્ગન સ્ટેન્લીના મતે આ બન્ને ફેરફારને કારણે એમએસસીઆઈ ઈમજિ¯ગ માર્કેટ ઈન્ડેકસમાં ભારતનું વેઈટેજ 1.46 ટકા વધશે.

મોર્ગન સ્ટેન્લીના જણાવ્યા અનુસાર નાણાપ્રધાન નિર્મલા સીતારામને શેર્સમાં ફ્રી ફલોટ વધારવાનાં પગલાં જાહેર કર્યા છે. તેનું પોલીસીમાં રૂપાંતર થશે તો ભારતના ફ્રી ફલોટ, એમએસસીઆઈ ઈન્ડેકસમાં વેઈટેજ, વિદેશી નાણાપ્રવાહ અને ઈક્વિટી સપ્લાય પર વ્યાપક અસર થશે.
સરકારે કંપનીમાં એપીઆઈ લઘુતમ સ્ટેચ્યુટરી રોકાણની મર્યાદાને વિદેશી રોકાણની 24 ટકાની સેકટોરલ મર્યાદાથી વધારવાનો પ્રસ્તાવ મૂકયો છે. જેના માટે કંપનીઆેને થ્રેશોલ્ડમાં ઘટાડો કરવાનો વિકલ્પ અપાશે.