ભારતીય રાઈડરો આનંદો, પહેલો સ્પીકર વાળો હેલમેટ સાથે થશે કનેક્ટ

April 18, 2019 at 2:35 pm


હેલમેટ ઉત્પાદક કંપની સ્ટીલબર્ડે તેના ઇનોવેટિવ હેલમેટ એસબીએ -1 એચએફ (હેન્ડ્સ ફ્રી) બજારમાં ઉતાર્યા છે.કંપનીના એમડી રાજીવ કપૂરે કહ્યું કે “આ હેલમેટ તૈયાર કરવામાં બે વર્ષ લાગ્યાં છે. આ મોડેલ ખાસ કરીને એ લોકો માટે બનાવ્યું તે જેઓ રાઇડ દરમિયાન કૉલ કરે છે અને સાથે મ્યૂઝિકનો પણ આનંદ લઇ શકો છો”.આ સાથે તમે તેમાં ફોન પણ કનેક્ટ કરી શકશો.

 

આ સ્પીકરવાળો હેલમેટની પાછળ બે સ્પીકર લાગેલા છે અને બહારની તરફ 3.5 એમએમ જેક અને બાજુમાં કોલ રિસીવ અને કટ્ટ કરવા બટનની સુવિધાઓ આપવામાં આવી છે.આ એક સંપૂર્ણ સાઇઝનો હેલમેટ છે, તેની ડિઝાઇન ખૂબ સ્ટાઇલીશ નથી, પરંતુ દરેક કેટેગરીના લોકો તેને પસંદ કરશે. તેનું ફિટિંગ અને ફિનિશિંગ વધાર્યું છે. વેન્ટિલેશન આપવામાં આવ્યું છે, જે ઉનાળામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તે ખૂબ ભારે નથી, તેને પહેરવા પર હળવો અનુભવ થાય છે. કંપનીએ સારી સામગ્રીનો ઉપયોગ કર્યો છે, એટલું જ નહીં આ હેલમેટને સરળતાથી ધોઈ પણ શકશો.

 

નવા એસબીએ -1 એચએફ (હેન્ડ્સ-ફ્રી) હેલમેટ લાલ, સફેદ અને કાળાં કલરમાં ઉપલબ્ધ છે. તે 580mm 600mm સાઇઝમાં આવે છે. સ્ટીલબર્ડ એસબીએ -1 એચએફ હેલમેટ કંપનીએ આઉટલેટ અને ઓનલાઇન ઉપલબ્ધ છે. કંપનીએ તેની કિંમત 2,589 રૂપિયા રાખી છે.

Comments

comments