ભારત અને પાક મેચ ટિકિટ કિંમત ૬૦,૦૦૦ થઇ ગઈ

June 14, 2019 at 7:38 pm


ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી વર્લ્ડકપની મેચ રવિવારના દિવસે માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફર્ડ ખાતે રમાનાર છે. આ મેચ હાઉસફુલ તરીકે રહેશે. અત્યારથી જ ટિકિટોનું વેચાણ રેકોર્ડ ઉંચી સપાટી ઉપર પહોંચી ચુક્યું છે. મેચની ટિકિટ ૬૦૦૦૦ રૂપિયામાં વેચાઈ છે. વર્ષ ૨૦૧૩ બાદ માત્ર આઈસીસી અને એશિયન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ ભારત અને પાકિસ્તાન આમને આવે છે. આવી સ્થિતિમાં આ મેચ ખુબ જ રોચક બની રહેશે. જા વરસાદ વિલન નહીં બને તો મેચ રોમાંચક બની રહેશે. આઈસીસી પ્રાયોજિત ટુર્નામેન્ટમાં જ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામને આવે છે.

બ્રિટનમાં લાખોની સંખ્યામાં ભારત અને પાકિસ્તાનના લોકો રહે છે. આજ કારણસર આ મહામુકાબલા માટે ટિકિટની કિંમત આસમાને પહોંચી છે. ૨૦૦૦૦ની ક્ષમતા ધરાવનાર ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર ટિકિટ વિન્ડો ખુલતાની સાથે જ કલાકોમાં જ તમામ ટિકિટો વેચાઈ ચુકી છે. ટિકિટોની રિસેલ થઇ રહી છે. બ્રોન્ઝ, ગોલ્ડ, પ્લેટિનિયમ, સિલ્વર ટિકિટોનું વેચાણ થઇ રહ્યું છે. બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીની ટિકિટો તમામ વેચાઈ ચુકી છે. આ ટિકિટની કિંમત ૧૭૦૦૦ રૂપિયાથી લઇને ૨૭૦૦૦ રૂપિયા સુધી રહી છે જ્યારે ૫૮ ગોલ્ડ અને ૫૧ પ્લેટિનિયમ કેટેગરીમાં ટિકિટ ૪૭૦૦૦થી લઇને ૬૨૦૦૦ રૂપિયામાં વેચાઈ છે. ભારતને પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડની સામે મેચો રમવાની બાકી છે.

અફઘાનિસ્તાન સાથે મેચની ટિકિટ ૧૫૦૦૦ રૂપિયામાં જ્યારે યજમાન ઇંગ્લેન્ડ સામે રમાનારી મેચોની ટિકિટ ૩૦૦૦૦થી ૪૫૦૦૦ રૂપિયાની રહી છે. વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને જેટલી પણ વખત આવી છે. પાકિસ્તાનની હાર થઇ છે. ભારતે ૧૯૮૩ અને ૨૦૧૧માં ટ્રોફી પોતાના નામે કરી હતી.

Comments

comments

VOTING POLL