ભારત-અમેરિકા બે અબજ ડોલરનો સોદો કરશે

June 22, 2018 at 10:48 am


ભારત હવે પોતાની આકાશી તાકાતને વધુ આક્રમક બનાવવા માગે છે અને આગામી દિવસોમાં અમેરિકા સાથે સંરક્ષણ ક્ષેત્રનો મોટો સોદો થવાનો છે.
ભારત નેવી માટે અમેરિકા પાસેથી એન્ટી-સબમરીન ચોપર્સ ખરીદી લેશે અને આ ડીલ બે અબજ ડોલર કરતાં વધુ હશે.
આજે દેશના નૌકાદળને 100 જેટલા મલ્ટીરોલ હેલિકોપ્ટર્સની જર છે માટે ભારત અમેરિકા પાસેથી 24 જેટલા એન્ટી-સબમરીન વોરફેર હેલિકોપ્ટર ખરીદી લેશે.
સરકારના અંતરંગ વર્તુળોએ નામ નહીં આપવાની શરતે એવી માહિતી આપી છે કે, મોદી સરકાર ટૂંક સમયમાં જ આ દરખાસ્ત કલીયર કરશે.
આ ઉપરાંત ભારત મેરિટાઈમ સર્વેલન્સ એરક્રાફટ પણ અમેરિકા પાસેથી કરીદવા માગે છે. આ એરક્રાફટને બોઈંગ સીરીઝના પી-81 તરીકે ઓળખવામાં આવે છે.
સમંદરની અંદર પણ ભારત દુશ્મનો પર બાજનજર રાખવામાટે વધુ આધુનિક શસ્ત્રાગર ખડકવા માગે છે. આધુનિક એરક્રાફટ ખરીદી માટે પણ અબજો ા.નો ખર્ચ થશે.
સબમરીન-વિરોધી વોરફેર હેલિકોપ્ટર ભારત પાસે આવી ગયા બાદ ગમે તે દેશની સબમરીનોને પણ તોડી શકાશે અને આકાશી તથા દરિયાઈ મજબુતી વધુ ધારદાર બનશે.
અમેરિકા સાથે આ સોદાની વાતચીત શ થઈ ગઈ છે અને અમેરિકા આ પ્રકારના ચોપર્સ આપવા માગે છે તે પણ ફાઈનલ છે.

Comments

comments

VOTING POLL