ભારત-ન્યૂ ઝીલેન્ડની વર્લ્ડ કપ મેચ પૂર્વે ભારે વરસાદની આગાહી

June 12, 2019 at 10:35 am


વર્લ્ડ કપમાં ભારતની ન્યૂ ઝીલેન્ડ સામે ગુરુવારે રમાનારી હવે પછીની મેચમાં ભારે વરસાદનો ભય રહે છે. જોકે, હવામાનની આગાહી પ્રમાણે ભોજનના વિશ્રામ સુધીમાં વરસાદનો જોર નબળું પડવાનો સંભવ છે કે જેથી ટૂંકાવાયેલી મેચ રમાવાની શક્યતા રહે છે.

બ્રિટનમાં છેલ્લા બે દિવસથી વરસાદના સતત ઝાપટા પડતા રહ્યા છે અને સ્થાનિક મેચ વિભાગે નિવાસીઓને ચેતવણી આપી છે. સ્થાનિક વેબસાઈટે કહ્યું હતું કે નોટીંગહામ વિસ્તારમાં અઠવાડિયાના ઘણાખરા દિવસો માટે ચેતવણી આપવામાં આવી છે.

વેબસાઈટ પર મેટ ઑફિસની ચેતવણીમાં બર્મિંગહામ, પીટરબોરો અને ન્યૂકાસલ જેવા ઈંગ્લેન્ડના મોટા વિસ્તારનો સમાવેશ કરાયો છે. સ્થાનિક મેટ ઑફિસની નોટીંગહામ માટે હવામાનની આગાહીમાં બુધવારે સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદ પડશે એમ કહેવામાં આવ્યું છે

Comments

comments