ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચના સંબંધોનો ટોસ ઉછાળો: પાક.ની વિનંતી

August 21, 2018 at 10:59 am


ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સંબંધો છેલ્લા ઘણા સમયથી કપાઈ ગયા છે. પાકિસ્તાન તરફથી આવેલા આતંકીઓએ સૈનિકો પર હમલા કરીને એમને શહીદ કયર્િ બાદ ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટના સંબંધો સદંતર કાપી નાખ્યા છે પરંતુ હવે ઈમરાન ખાન જે ખુદ ક્રિકેટર હતા જેઓ વડાપ્રધાન બન્યા છે અને એમની એવી પ્રબળ ઈચ્છા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની સિરીઝ શ થઈ જવી જોઈએ અને આ સંબંધોને પૂર્વવત કરવા જોઈએ.
પાકિસ્તાન ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડના નવા વડા અહેસાન મણીએ આ માહિતી પત્રકારોને આપી છે. એમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન 2012 અને 13 પછી ક્રિકેટ રમ્યા જ નથી. ઈમરાનની એવી ઈચ્છા છે કે એશિયન ક્રિકેટને વધુ પાવરફૂલ બનાવવાની જર છે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સંબંધો ફરી પીચ પર લઈ આવવાની જર છે. વર્લ્ડ ક્રિકેટ માટે ભારત અને પાકિસ્તાનના મેચ પણ બહ મહત્વ ધરાવે છે. ઈન્ડિયન એકસપ્રેસને આપેલી મુલાકાતમાં અહેસાન મણીએ કહ્યું છે કે, ક્રિકેટના સંબંધોનો ટોસ ઉછાડવા માટે આપણે બન્ને દેશોએ સાથે મળીને બેસીને ચચર્િ કરવી જોઈએ અને ફરી આ મેચની સિરીઝો શ કરવી જોઈએ. આઈસીસીના ઈવેન્ટમાં તો બહારના દેશોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ તો રમાય જ છે. 2016માં પાકિસ્તાનની ટીમ આઈસીસી વર્લ્ડ 20/20 ચેમ્પિયનશિપ માટે ભારત આવી હતી.
ઇમરાન ખાને એમ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન બન્નેના દેશની જનતા એકબીજાના ક્રિકેટરોને પ્રેમ કરે છે અને સન્માન આપે છે. વસીમ અકરમ ભારતમાં લોકપ્રિય છે તો સચિન તેંડુલકર પાકિસ્તાનમાં હીરો ગણાય છે. આમ, બન્ને દેશની જનતાને પણ આવા સંબંધોનો ઇંતેજાર છે.

Comments

comments