ભારત બંધની વ્યાપક અસરઃ ભાવવધારા સામે લોકોનો આક્રાેશ

September 10, 2018 at 10:58 am


દેશભરમાં સતત વધી રહેલા પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારા પર સરકારને ઘેરવા માટે કાેંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. કાેંગ્રેસના મતે તેને 21 વિપક્ષી પાર્ટીઆેનું પણ સમર્થન મળ્યું છે. આ વિપક્ષી પાર્ટીઆે એક થઇ દેશમાં પેટ્રાેલ-ડીઝલ અને ગેસના ભાવમાં વધારાને લઇ વિરોધ પ્રદર્શન કરશે. ભારત બંધને લઇ કાેંગ્રેસી નેતાઆેએ પોતાના કાર્યકતાર્આેને અપીલ કરી છે કે તેઆે શાંતિપૂર્વક પ્રદર્શન કરે અને કોઇપણ પ્રકારના હિંસક પ્રદર્શનમાં સામેલ થાય નહી.

આેરિસ્સાના સંભલપુરમાં કાેંગ્રેસ કાર્યકતાર્આેએ એક ટ્રેન રોકી પેટ્રાેલ અને ડીઝલના ભાવમાં વધારા પર વિરોધ વ્યકત કર્યો. માકપા કાર્યકતાર્આેએ વિશાખાપટ્ટનમમાં પણ વધેલા ભાવની વિરુÙ પ્રદર્શન કર્યું. તેલંગાણામાં પણ કાેંગ્રેસ કાર્યકતાર્આેએ વિરોધ-પ્રદર્શન શરુ કરી દીધું છે. બિહારમાં અનેક સ્થળેથી છૂટક ઘટનાઆેના અહેવાલ આવી રહ્યા છે. ટ્રેનો પણ રોકવામાં આવી છે. મેંગલુરૂમાં પોલીસ ઉપર પથ્થરમારો થયો છે.

કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સવારે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પૂર્વે રાહુલ ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધીએ ગયા હતાં અને કૈલાશ માનસરોવરથી લાવેલા જળનો છંટકાવ કર્યો હતો.

ભારત બંધ કરીને વિપક્ષે મુખ્ય પાંચ માગો કરી છે. જેમાં જોઈએ તો તેમને કહ્યું છે કે, 1. પેટ્રાેલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરો, 2. પેટ્રાેલ અને ડીઝલ પર રાજ્યો દ્વારા વસુલાતા વેટમાં ઘટાડો કરો 3. દેશભરમાં ખેડૂતોની લોન માફ કરો. ખેડૂતોને કૃષિ ઊપજના સક્ષમ ભાવ આપો 4. પેટ્રાેલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવો . 5 માેંઘવારી અને ડોલર સામે રુપિયાનું અવમૂલ્યનને લઈને પગલા લો.

પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર ભારત બંધના સમર્થનમાં સમાજવાદી પાર્ટી, દ્રવિડ મુનેક્સ કઝગમ,રાષ્ટ્રીય જનતા દળ, જન સેના પાર્ટી,સીપીએ,સીપીઆઇ,સીપીઆઇએમએલ, એસયુસીઆઇ,ફોર્વર્ડ બ્લોક, નેશનાલિસ્ટ કાેંગ્રેસ પાર્ટી, આેલ ઈન્ડિયા કિસાન સભા, જેડીએસ, જેવીએમ,જેએમએમ ઈન્ડિયન નેશનલ લોકદળ

કાેંગ્રેસ મુંબઇ અધ્યક્ષ નિરુપમે દાવો કરતાં કહ્યું છે કે, 26 મે 2014થી લઈને આઠ સપ્ટેમ્બર 2018 સુધીમાં પેટ્રાેલ, ડીઝલ, રાંધણ ગેસના ભાવોને વધારીને મોદી સરકારે 11 લાખ કરોડ રુપિયા સામાન્ય નાગરિકો પાસેથી વસૂલ્યા છે. આજે પેટ્રાેલ પર 211.7 ટકા અને ડિઝલ પર 444.60 ટકા એકસાઇઝ ડયૂટી છે. પેટ્રાેલિયમ પદાર્થો અને ઇંધણો પર જો જીએસટી લાગુ કરવામાં આવે તો પેટ્રાેલ-ડીઝલની કિંમતો આેછી થઇ જશે.

Comments

comments

VOTING POLL