ભારત સહિત વિશ્વભરના લોકોએ માણ્યો ચંદ્રગ્રહણનો અદભૂત નજારો

July 28, 2018 at 11:20 am


૨૭ જુલાઇ ૨૦૧૮ની રાતે આખી દુનિયાએ ઐતિહાસિક નજારો જોયો. ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ શુક્રવારની રાતે દેખાયો. આ દરમિયાન ચંદ્રએ ધીરે ધીરે પોતાનો રગં બદલ્યો. એક સમયે ચદ્રં આખો લાલ થઇ ગયો હતો.
શુક્રવારની બપોરથી ચંદ્રગ્રહણના કારણે આખા દેશના મોટાભાગના મંદિરો બધં રહ્યાં હતાં. જે હવે આજે એટલે શનિવારે સવારે ખોલવામાં આવશે. અનેક મંદિરોમાં આ દરમિયાન ખાસ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ભારતમાં શુક્રવારે રાતે આશરે ૧૧.૫૪ મિનિટે ગ્રહણની શવાત થઇ હતી. જે શનિવારે સવારે સવારે ૩ કલાક ૪૯ મિનિટ પર સમા થયું હતું. રાતે આશરે એક કલાકે પૂર્ણ ચંદ્રગ્રહણ થયું હતું જે ૨ કલાકે ૪૩ મિનિટ સુધી દેખાયું હતું. આ દરમિયાન ચદ્રં સંપુર્ણ રીતે લાલ થઇ ગયો હતો. આ ઘટનાને ‘બ્લડ મૂન’ પણ કહેવામાં આવે છે.
આ ઘટનાને અદ્રિતીય ખગોળીય ઘટના કહેવામાં આવી રહી છે કારણ કે આ પછી ૯ જૂન ૨૧૨૩ના રોજ આવો ચંદ્રગ્રહણ દેખાશે. દિલ્હી–એનસીઆરમાં ખરાબ હવામાનના કારણે મોટાભાગની જગ્યાએ ચદ્રં સાફ દેખાયો ન હતો.
વારાણસીની ગંગા નદીમાં શ્રદ્ધાળુએ સ્નાન કરી પાવન થયા હતાં. આ પ્રસંગે સ્નાન અને દાન પુણ્યનો લાભ સામાન્ય દિવસો કરતાં અનેક ઘણો પ્રા થાય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયાના મોટા ભાગના દેશો ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને આસપાસના દેશો, ઉત્તરિય અમેરિકા, પ્રશાંત ક્ષેત્ર, એટલાન્ટિક, ભારતીય મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાયું હતું

Comments

comments

VOTING POLL