ભારાપરની કંપનીના પ્રદુષણ બાબતે બબાલ

May 25, 2019 at 8:59 am


ગાંધીધામ તાલુકાના ભારાપર ગામે આવેલ સાલ સ્ટીલ કંપની દ્વારા પ્રદુષણ ઓકવામાં આવતું હોવાની અનેક વખત રજૂઆતો થઈ છે અને ગામ લોકો દ્વારા આંદોલનો પણ કર્યા છે. આજે સાંજના અરસામાં ગામ લોકો કંપનીએ પહોંચ્યા હતા અને રજૂઆત દરમિયાન મામલો બિચકતાં આક્રોશીત લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં કંપનીના કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ પણ ઘવાયા હોવાનું જાણવા મળે છે.
આ અંગેની મળતી વિગતો મુજબ ભારાપર નજીક આવેલી સાલ સ્ટીલ કંપની દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની અગાઉ અનેક વખત થયેલી ફરિયાદો અને કાનૂની કાર્યવાહી બાદ આજે ભારાપર ગામના લોકો કંપની પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન કંપની બંધ કરવાનો અમુક લોકો દ્વારા આગ્રહ કરવામાં આવતાં મામલો બિચકયો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરતાં ચારથી પાંચ કંપનીના કર્મચારીઓ અને સુરક્ષા માટે આવેલા પીએસઆઈ સહિત ત્રણથી ચાર પોલીસ કર્મીઓને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ બાદ પોલીસે સ્થાનિક આશરે ર૦થી વધુ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Comments

comments

VOTING POLL