ભારે મતદાન કોને તારશે અને કોને ડુબાડશે ?: ઉમેદવારોમાં ઉચાટ

April 24, 2019 at 10:33 am


2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીવેવ હાવિ થઈ ગયો હતો અને તેના કારણે મતદાનની ટકાવારીમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જો કે, આમ છતાં 1967માં સૌથી વધુ મતદાનનો રેકોર્ડ તૂટી શકયો ન હતો. આ વખતે મતદાનની ટકાવારી 2014ની ચૂંટણીની જેમ લગભગ યથાવત રહી છે અને મતદારોએ ‘કટ કોપી પેસ્ટ’ની જેમ મતદાન કર્યું છે. 2014ની સરખામણીએ 2019માં પણ મતદાનની ટકાવારી ‘સ્થિર’ રહી છે અને તે કોના માટે ફાયદાપ બનશે અને કોને નુકસાન કરશે ? તેવી ચર્ઓિ શ થઈ ગઈ છે.

ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારીના આંકડાઓ જાહેર કરાયા છે અને તેમાં સામાન્ય ફેરફારની સંભાવના છે. અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી આંકડાકિય માહિતી મુજબ અનેક બેઠકો એવી છે કે જ્યાં ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારીમાં સામાન્યથી ચાર ટકા જેટલો ઘટાડો થયો છે. જ્યારે અમુક બેઠકોમાં મતદાનની ટકાવારીમાં સામાન્ય વધારો થયો છે અને બાકીની બેઠકોમાં ગત ચૂંટણી જેટલું જ મતદાન થયું છે. જામનગરમાં એકાદ ટકાનો, રાજકોટમાં 0.06 ટકાનો, અમરેલીમાં એકાદ ટકાનો, પોરબંદરમાં પાંચ ટકાનો અને ભાવનગરમાં દોઢ ટકા જેટલો વધારો થયો છે. જ્યારે જૂનાગઢમાં મતદાનની ટકાવારીમાં સામાન્ય ઘટાડો થયો છે. સુરેન્દ્રનગરમાં અડધો ટકો મતદાન વધ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા અને પાટણની બેઠકમાં પણ મતદાનની ટકાવારી 3થી 4 ટકા જેટલો વધારો થયાના અહેવાલો મળી રહ્યા છે.

ભાજપે સમગ્ર ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રવાદ, આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને હાઈલાઈટ કયર્િ હતા. જ્યારે કોંગ્રેસે બેરોજગારી, ચોકીદાર ચોર, ખેડૂતો, યુવાનોના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હતું. મતદારોએ કયા મુદ્દાને ધ્યાનમાં રાખી મતદાન કર્યું છે તેની ખબર તા.23 મેના રોજ પડી જશે અને પરિણામના દિવસે શું થાય છે તેની ચચર્િ અત્યારથી જ થઈ રહી છે.

ઉનાળાની ગરમીના કારણે મતદાનની ટકાવારી ઓછી રહેશે તેવી ઉમેદવારો, રાજકીય પક્ષો અને રાજકીય નિષ્ણાતોની ભીતિ મતદારોએ ખોટી પાડી છે. ગ્રામ્ય વિસ્તારનું વધુ મતદાન અને તેની સરખામણીમાં શહેરી વિસ્તારનું ઓછું મતદાન જોઈને કોંગ્રેસ હરખાઈ છે અને આ વાતને ભાજપ વિરોધી લહેર તરીકે ગણાવે છે. જો કે, ભાજપ વિરોધી લહેર હોય તો મતદાનની ટકાવારીમાં એન્ટિઈન્કમબન્સી વખતે જોરદાર ઉછાળો થતો હોય છે તે આ વખતે થયો નથી. રાજકીય વિશ્ર્લેષકોને જણાવ્યા મુજબ કોણ જીતશે અને કોણ હારશે તેનો જવાબ તો તા.23 મેના મળશે પરંતુ મોટાભાગની બેઠકો પર જીતની સરસાઈ પાતળી રહેશે તે સ્પષ્ટ જણાય છે.

Comments

comments