ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં મોડી રાતથી હળવા તથા મધ્યમ કદના વરસાદી ઝાપટાનો દોર શરુ

August 9, 2019 at 11:05 am


અરબી સમુદ્રમાં સજાર્યેલા ડીપ ડિપ્રેશનના કારણે હવામાન વિભાગ રાજ્યમાં તથા ખાસ કરીને અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં ગઇ મોડી રાત્રે જ ધીમીધારે વરસાદ શરુ થયો હતો અને આજે સવારે જોરદાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદી માહોલ વચ્ચે આજે સવારથી જ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઆેની પાંખી હાજરી જોવા મળી હતી.
આકાશમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાતાં અમદાવાદ શહેરમાં ચારે તરફ અંધારિયું વાતાવરણ સજાર્યું હતું વરસાદી ઝાપટાનો દોર વચ્ચે શહેરમાં ભારે વરસાદ તૂટી પડશે તેવા એંધાણ મળતા નગરજનો ભારે તકેદારી દાખવી રહ્યા હતા.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હોવાથી મ્યુનિસિપલ તંત્ર પણ સાબદું બન્યું હતું. મ્યુનિ. કમિશનર વિજય નહેરાની સુચના મુજબ સંબંધિત અધિકારીઆેની ફરજ સુનિિશ્ચત કરવામાં આવી હતી. એટલું જ નહી પરંતુ જો ભારેથી અતિભારે વરસાદ પડે તો જળસ્ત્રાવ ની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર રખાયેલી એનડીઆરએફ તથા એસ ડી આર એફ ની ટુકડીઆેની મદદ ક્યાં અને કેવી રીતે લેવી તે અંગે મ્યુનિ તંત્ર તથા ફાયર બ્રિગેડ તંત્રને વિશેષ સૂચના આપવામાં આવી હતી.
મ્યુનિ. સત્તાવાળાઆે એવો પણ દાવો કર્યો હતો કે હાલમાં શહેરમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે રાબેતા મુજબની છે અને ગઇ રાતથી આજે સવાર સુધીમાં માત્ર હળવા તથા મધ્યમ કદના વરસાદી ઝાપટા પડéા હોવાથી શહેરમાં કોઇ પણ સ્થળે પાણી ભરાવવાની ફરિયાદો મળી નથી. તેમ છતા ઉભી થનારી પરિસ્થિતિને પહાેંચી વળવા મ્યુનિ.તંત્ર સંપૂર્ણ પણ સં છે. અને અમદાવાદમાં વડોદરા જેવી પરિસ્થિતિનું નિમાર્ણ ન થાય તે માટે વિશેષ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.

Comments

comments