ભારોલીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

February 1, 2018 at 2:48 pm


તળાજા તાલુકાના ભારોલી ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગાર ધામ ઉપર એલસીબીએ દરોડો પાડી 10 શખ્સોને રોકડ મોબાઇલ તથા પાંચ કાર મળી કુલ રૂા. અગીયાર લાખ બ્યાસી હજારની મતા સાથે ઝડપી લીધા છે. જયારે દરોડા દરમ્યાન ચાર શખ્સો અંધારાનો લાભ લઇ નાસી છુટéા હતા. ભાવનગર શહેર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી દારૂ જુગારની બદીને ડામવા જિલ્લા પોલીસ વડા પી.એલ.માલએ એલસીબી નાસી આઇડીએમ મિશ્રાને સુચના આપી હતી.
એલસીબી સ્ટાફ દ્વારા શહેર-જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે ધંધાથ}આેને ઝડપી હવાલાતમાં ધકેલી દેતા દારૂના ધંધાથ}આેમાં ફફડાટ ફેલાયો છે.
એલસીબીના પીઆઇ મિશ્રાની સુચનાથી પીએસઆઇ એનજી જાડેજા અને સ્ટાફ નાઇટ પેટ્રાેલીગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે તળાજા તાલુકાના ભારોલી ગામની સીમમાં ભગીરથસિંહ બચુભા ગોહિલ તેની વાડીએ બહારથી માણાસો બોલાવી જુગાર રમાડે છે.
ભારોલી ગામે વાડીમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીને લઇ એલસીબી સ્ટાફે વહેલી સવારના સવા ચાર વાગે ભગીરથસિંહ ગોહિલની વાડીમાં દરોડો પાડી પૈસા-પાના વતી હારજીતનો જુગાર રમતા ભગીરથસિંહ બચુભા ગોહિલ, દિગ્વીજયસિંહ ઉર્ફે વિજયસિંહ દોલુભા, વિજયસિંહ પ્રવિણસિંહ ગોહિલ તથા ભાવનગરના બ્રાûણ તલાવડીમાં રહેતા અનીલ જીવરાજભાઇ મકવાણા, પ્રકાશ મગનભાઇ, રાજુ ખોડીદાસ ડાભી, કીશન ઉર્ફે કાનો મુકેશભાઇ રાઠોડ, કાસમ ઇબ્રાહીમભાઇ તેમજ ત્રાપજના માવજી મોહનભાઇ સોલંકી અને તળાજાના ઇસુબ રહીમભાઇને રોકડા રૂા. 3,8580 તથા રૂા. 18500 ની કિંમતના 11 મોબાઇલ, 5 કાર મળી કુલ રૂપીયા અગીયાર લાખ બ્યાસી હજાર એશીની મતા સાથે ઝડપી લીધા છે. જયારે દરોડા દરમ્યાન ચાર શખ્સો નાસી છુટéા હતા.
જુગાર રમતા ઝડપાયેલા તમામ અને નાસી છુટેલા વિરૂધ્ધ એલસીબીના કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વાળાએ તળાજા પોલીસમાં જુગાર ધામની કલમ 4-5 મુજબ ગુનો દાખલ કરાવી નાસી છુટેલા ચાર શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરની ભાગોળે કેટલાક વિસ્તારોમાં તો જિલ્લામાં કૂખ્યાત સ્થળોએ જુગારની ક્લબોના પાટલા શરૂ થઇ ગયા છે. પોલીસની તેમાં મીઠી નજર હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

Comments

comments