ભાવનગરનાં મુખ્ય વિસ્તારોમાં કાલે વિજકાપ

January 19, 2019 at 2:05 pm


શહેરનાં 66 કેવી સબ સ્ટેશન હેઠળનાં 11 ફીડરોનાં વિસ્તારોમાં વિજ પુરવઠો 4 કલાક બંધ રહેશે

ભાવનગરનાં મુખ્ય વિસ્તારોમાં રવિવારે સવારે 7થી 11 વાગ્યા સુધી એમ 4 કલાક સુધી વિજકાંપ રહેશે. ખારગેટથી નિર્મળનગર અને સ્ટેશન રોડ સહિતનાં ફીડરમાં કાંપ મુકવામાં આવતો હોવાની સત્તાવાળાઆેએ જાહેરાત કરી છે. જેટકો પ્રવહન વિભાગ દ્વારા શહેરનાં 66 કેવી સિટી સબ સ્ટેશનોમાંથી વિજળી મેળવી 11 ફીડર હેઠળનાં વિસ્તારમાં તા.20મીને શુક્રવારે સવારે 7થી 11 વાગ્યા સુધી વિજપુરવઠો મળશે નહી આમ આ વિસ્તારોમાં એક માસનાં ટુંકા ગાળામાં બીજી વાર વિજકાંપ લદાયો છે.
સદરારનગર ફીડરનાં નિર્મળનગર, નિલમબાગ પેલેસ ખારગેટ ફીડરનાં પટેલ બોડંગ દાઉજીની હવેલી, શેરડી પીઠનો ડેલો, દરબારગઢ તેમજ નાકુબાગ ફીડરનાં વડવા ફાચરીયા વાડ, ચાવડીગેટ, પાનવાડી, દાદાસાહેબ, માધવહીલ અને કંવરરામ ચોક, રસાલા કેમ્પ, વિજફરાજ નગર ફીડરનાં વિજયરાજ નગર, ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ્સ આરટીઆે યુનિ. કેમ્પસ આ ઉપરાંત ઉદ્યાેગનગર ફીડર, કુમુદવાડી ફીડર ન્યુટાઉન ફીડર તેમજ વિદ્યાનગરનાં વિસ્તારોમાં વિજકાંપ રહેશે. આમ આ વિજકાંપ હેઠળ શહેરનાં મોટાભાગનાં મુખ્ય વિસ્તારો જેમાં સરટી હોસ્પિટલ અને આસપાસનાં વિસ્તારોનો સમાવેશ થાય છે તેને આવરી લેવાયા છે. આમ ભાવનગર શહેરનાં મુખ્ય વિસ્તારોમાં 4 કલાકનો વિજકાંપ લદાયો છે.

Comments

comments

VOTING POLL