ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના પાણીનો બેફામ બગાડ

February 3, 2018 at 11:30 am


વગર ચોમાસે ચેકડેમો છલકાયા, નદી-નાળા બે કાંઠે વહેતા થયા ઃ જયાં ત્યાં તુટેલી કેનાલો આછો સ્ટાફ છતા ફરજમાં બેદરકાર પાણીનો બગાડ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહીનો અભાવના કારણે હજારો એમએલડી વ્éય થઇ રહયુ છે પાણી
સિંચાઇ વિભાગના નિયમોનો છેદ ઉડાડી મતોનુ રાજકારણ ખેલતા નેતાઆેના દબાણના કારશે શેત્રુંજી સિંચાઇ યોજના અંતર્ગત છેલ્લા પંદર દિવસથી છોડવામાં આવેલ પાણીનો બેફામ બગાડ થઇ રહયો છે એક તરફ રાજયભરના જળાશયો માપણીની અછત આવનારા દિવસોમાં વતાર્ઇ રહી છે ત્યારે ગોહિલવાડના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમનુ અમુલ્યપાણી બેદરકારીના કારણે બગડી રહયુ છે.
વગર ચોમાસે તળાજા નદી, નદીપરના ચેકડેમો, નાળાઆે છલકાયા છે વહેતા થાય છે. છેલ્લા આઠેક દિવસથી શેત્રુંજીડેમનું પાણી થાેડુક પાણી સંગ્રહીત થયેલ છે. તે સિંચાઇના નામે બગડી રહયુ છે. રાજય સરકાર એક તરફ પાણી બચાવવા પાછળ કરોડો રૂપીયા ખર્ચ કરે છે તો બીજી તરફ સરકારી બાબુઆેના નાક નીચે જ શેત્રુંજી ડેમનુ પાણી વેડફાઇ રહયુ છે. નદીનાળાઆેમાં વહી રહયુ છે.
આવનારા દિવસોમાં રાજયભરમાં પાણીની અછતના ડાકલા વાગી રહયા છે ત્યારે ભાવનગર શહેરને પીવામાટે શેત્રુંજી ડેમનુ પાણી મુખ્ય સ્ત્રોત બની રહે તેમ જાણતા હોવા છતા સિંચાઇ વિભાગના અધિકારીઆેની બેદરકારી પાણીનો વ્યય થતા નજર સમક્ષ આવી છે.
સમયાનુસાર ખેડુતોના સિંચાઇ માટેનું પાણી આપવા માટેના પુરતા ફોર્મ ન આવવા છતા શેત્રુંજી ડેમ અડધાથી પણ આેછો ભરાયેલ હોવા છતા ખેડુતો રોષે ન ભરાય તેવા ફફડાટ અને મતોની લાલચ ધરાવતા નેતાઆેના દબાણને વશ થઇ પંદર દિવસથી પાણી છોડવામાં આવ્યુ છે. પરંતુ તુટેલી કેનાલો, સિંચાઇ વિભાગ પાસે આેછો સ્ટાફ, ખેડુતો દ્વારા પોતાના ખેતરમાં પાણી પાઇ ખુલ્લા મુકી દેવાતા ધોરીયા, પાણીનો બગાડ કરનારા તત્વો સામે સિંચાઇ વિભાગ દ્વારા કાયદેસરના પગલા ભરવામાં આવતા ન હોઇ તેના કારણે બગાડ થઇ રહયો છે. સંબંધીત તંત્રના અધિકારીઆે ભવિષ્યમાં બેદરકારી ન દાખવે અને પાણીનો બગાડ અટકે તેવી ખેડુત વર્ગમાંથી લાગણી ઉદભવી જોવા મળી છે.

Comments

comments

VOTING POLL