ભાવનગરમાં લઘુત્તમ મહત્તમ બન્ને તાપમાન વધ્યા

April 20, 2019 at 2:22 pm


ભાવનગરમાં ફરી ગરમીનો દોર શરૂ થઇ રહ્યો છે શુક્રવારે મહત્તમ તાપમાન અને શનિવારે લઘુત્તમ તાપમાન વધ્યા છે. શુક્રવારે મહત્તભમ તાપમાન અને શનિવારે લઘુત્તમ તાપમાન વધ્યા છે. યારે સવાર કરતાં સાંજે ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે હવે આગામી દિવસોમાં પણ ગરમીનો દોર ચાલું રહેવાનો છે.
ભાવનગરમાં શુક્રવારે બપોરે ગરમીનો અનુભવ વધારે હતો અને સરેરાશ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું છે જે ગુરૂવાર કરતાં ૧.૨ ડિગ્રીનો વધારો સુચવે છે આમ સોમ અને મંગળ અને બુધ એ ત્રણ દિવસ તાપમાન ગગડવાનો ક્રમ ચાલું રહ્યા બાદ ગુરૂવારથી તાપમાન વધવાનો દોર શરૂ થયો છે. બે દિવસ ઘટા બાદ આજથી લઘુત્તમ તાપમાન વધવાનો દોર પણ શરૂ થયો છે આજે લઘુત્તમ તાપમાન ૦.૪ ડિગ્રી વધી ફરી ૨૫ ડિગ્રીની સપાટીએ પહોંચી ગયું હતું. યારે ભેજનું પ્રમાણ શુક્રવારે સાંજે ૧૭ ટકા હતું તો શનિવારે સવારે વધીને ૪૧ ડિગ્રી થયું છે.
પવનની ઝડપમાં પણ ગઇકાલ સાંજે હતો તેનાં કરતાં ૪ કિમીનો વધારો થઇ ૧૪ કિમી પહોંચી ગયો હતો. એકયુવેધર વેબસાઇટ પ્રમાણે સવારે ૯.૩૦ વાગે ભાવનગરનું તાપમાન ૩૨ ડિગ્રી અને ૧૦ વાગ્યા બાદ ૩૩ ડિગ્રી હતું. યારે અમદાવાદ સ્થિત હવામાન ખાતાની વેબસાઇટ પર ૩૦ ડિગ્રી તાપમાન સવારે ૧૦ વાગે નોંધાયું હતું. યારે યાહત્પ વેધર વેબસાઇટ પર સવારે ૯.૩૦ વાગે ૩૨ ડિગ્રી અને ૧૦ વાગે ૩૩ ડિગ્રી હતું બપોર સુધીમાં તાપમાન વધીને ૩૮ ડિગ્રીએ પહોંચવાની શકયતા દર્શાવી છે

Comments

comments