ભાવનગર, અમરેલી અને જૂનાગઢ લોકસભા બેઠકની ત્રિભેટે રાહુલ ગાંધીની જનસભા

April 15, 2019 at 10:34 am


લોકસભા ચૂંટણીને આડે હવે ગણીને સાત દિવસ બાકી રહ્યાં છે ત્યારે ભાજપ – કોંગ્રેસે ચૂંટણી પ્રચારને વેગીલો બનાવી મતદારોમાં ઉત્સાહનો પ્રાણ ફૂંકવા કમ્મરતોડ મહેનત શ કરી છે. બે દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ ભાવનગર જિલ્લામાં ચૂંટણી સભા ગજવી હતી તો આજે રાહુલ ગાંધી ભાવનગરનાં મહુવા પાસે બપોરે જનસભાને સંબોધિત કરશે. રાહુલના આગમન પૂર્વે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આજે બપોરે 12 કલાકથી કોંગી કાર્યકતર્ઓિ અને મતદારોનું આગમન સભા સ્થળે શરૂ થઇ ગયું છે.

ભાવનગર, અમરેલી અને જૂનાગઢ એમ લોકસભાની ત્રણ બેઠકનાં કોંગી ઉમેદવારના સમર્થનમાં રાહુલ ગાંધીની આ ગુજરાતની પ્રથમ ચૂંટણી સભા મહુવા નજીકના આસારાણા ચોકડી નજીક આજે બપોરે 3 કલાકે આયોજિત થઇ છે. રાહુલ ગાંધી અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારના મંડાણ કરશે. ગત વિધાનસભા ચૂંટણીમાં અમરેલી જિલ્લાની તમામ પાંચ બેઠક પર કોંગ્રેસનો પંજો ફરી વળ્યો હતો ત્યારે અમરેલી બેઠક પરથી કોંગ્રેસને જીત મળવાની મોટી આશા છે અને વ્યુહના ભાગપે વર્તમાન ધારાસભ્ય એવમ વિધાનસભા વિપક્ષના નેતા – પાટીદાર પરેશ ધાનાણીને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે તો ભાવનગર બેઠક પર પણ પાટીદાર – મનહર વસાણીને ઉતારીને કોંગ્રેસે જબ્બર ફાઇટ આપી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ભાવનગર, અમરેલી અને જૂનાગઢ લોકસભા બેઠકનાં ત્રણેય ઉમેદવારના સમર્થનમાં જનસભાને સંબોધશે. ગત વિધાનસભા – 2017માં રાહુલ ગાંધીની ભાવનગર નારી ચોકડીએ જાહેરસભા યોજાઇ હતી. બાદમાં આ વખતે ભાવનગર જિલ્લામાં અને અમરેલી વિધાનસભાના વિસ્તાર એવા મહુવા ખાતે ત્રણેય બેઠકના ઉમેદવારના સમર્થનમાં આજે જંગી જાહેરસભાનું આયોજન કરાયું છે. જેમાં કોંગ્રેસના પ્રદેશ અને સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો અને મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Comments

comments