ભાવનગર ડિવિઝનની 30 ટકા એસટી બસ જૂનાગઢ ફાળવાઈ, કાલે સેવા ખોડંગાશે

August 22, 2018 at 12:51 pm


મોટા ભાગના લોકલ રૂટ અને કેટલીક એકસપ્રેસ બસ સેવાને પણ અસર થવા પૂર્ણ સંભાવના ; બાબુઆે બધું જાણતા હોવા છતાં ઉપરના આદેશના કારણે લાચાર

આવતીકાલે ગુરુવારે દેશના વડાપ્રધાન મોદીનો જૂનાગઢમાં કાર્યક્રમ આયોજીત થયો છે. જેમાં મેદની એકત્ર કરવા સરકારી એસટી બસો દોડાવવા હુકમ થતા ભાવનગર ડિવિઝનની 100 સહિત સૌરાષ્ટ્રભરના એસટી ડિવિઝનોની મળી 500 બસ રોકાશે. મોટા ભાગની બસો આજ સાંજથી જ ફાળવી દેવાશે આથી ગ્રામ્ય પંથકમાં નાઈટ હોલ્ટ કરતી બસ આજે જશે જ નહી પરિણામે મુસાફરો રઝળી પડશે.
ભાવનગર ડીવીઝન પાસે હાલમાં 328 જેટલી બસ છે જેમાંથી 100 બસ ફાળવવા હુકમ થયો છે આથી મુસાફરોની મુશ્કેલી કોરાણે મૂકી બસ પુરી પાડવા સિવાય એસટીના બાબુઆે પાસે વિકલ્પ પણ નથી ! ભાવનગર ડેપોની 16, જ્યારે તલાજા, મહુવા, ગારીયાધાર, પાલિતાણા, બોટાદ અને ગઢડા ડેપોની 13-13 તથા બરવાળા ડેપોની 08 મળી કુલ 100 બસ જૂનાગઢના કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા ફાળવાશે. આથી મોટાભાગના લોકલ રુટને અસર થવાની સંભાવના છે. જેના કારણે સેંકડો મુસાફરોને હાલાકી ભોગવવી પડશે. ખાનગી વાહન ચાલકોને Kચું ભાડું આપી ઘેટાં બકરાની માફક મુસાફરી કરવી પડશે તે અલગ.
દરમીયાનમાં ભાવનગર એસટી નિયામક એ.કે.પરમારે મુસાફરોને મુશકેલી ન પડે તે રીતે આયોજન ગોઠવવા ડેપો મેનેજરો સાથે મીટીગ કરી છે અને હૈયાધારણ પણ આપી છે. જોકે, તેમની હૈયા ધરણા ઠાલા આશ્વાસનથી વિષેશ કશું જ નથી ! જ્યારે એક સાથે 100 બસ જતી રહે અને છતાં મુસાફરોને મુશ્કેલી ન પડે તે શક્ય નથી. ઉચ્ચસ્તરીય આદેશ હોવાથી એસટીના બાબુઆેનું પણ કાઈ ચાલતું નથી. ઘણી વખત મુસાફરોને મુશ્કેલીનો ખ્યાલ હોવા છતાં અધિકારીઆેએ આંખ આડા કાન કરી સરકારનો હુકમ માથા પર ચડાવવો જ પડે છે.! ઉલ્લેખનીય છે કે, એસટીના માસીક પાસ ધારકોએ એડવાન્સ પેમેન્ટ કરી પાસ મેળવ્યા હોય છે તો વિધાથ}આે પણ પાસ ધરાવતા હોય છે. જેઆેની સંખ્ય ખૂબ મોટી છે. આ તમામ પાસેથી એડવાન્સ ભાડું વસૂલી સેવા નહી પુરી પાડી એક રીતે છેતરપિંડી જ ગણાય ને..ં! તેમ મુસાફરો રોષ સાથે જણાવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL