ભાવનગર પરા રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે વૃધ્ધનું ઘટના સ્થળે મોત

August 28, 2018 at 2:47 pm


શહેરના કુંભારવાડામાં રહેતા વૃધ્ધ પગપાળા જઇ રહ્યા હતા ત્યારે બનેલો બનાવ ઃ રેલ્વે પોલીસે હાથ ધરેલી તપાસ

ભાવનગર પરા રેલ્વે સ્ટેશન નજીક આજે સવારે ભાવ.-સુરેન્દ્રનગર ટ્રેનની અડફેટે આવી જતાં વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર પરા રેલ્વે સ્ટેશન નજીક ગેટ નંબર 219 પાસે આજે સવારે ભાવનગરથી સુરેન્દ્રનગર જતી ટ્રેન અડફેટે આવી જતાં વજુભાઇ નારણભાઇ પરમાર (ઉ.વ.90)નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં રેલ્વે પોલીસના કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ વજુભાઇના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અથ£ હોસ્પિટલમાં ખસેડી આ અંગે મૃતક વજુભાઇના પુત્ર મનુભાઇ મકવાણા (ઉ.વ.65, રે.પ્લોટ નં.42/બી, અમર સોસાયટી, કુંભારવાડા)નાએ આપેલ નિવેદનના આધારે રેલ્વે પોલીસના હે.કો. મનોજ પરમારએ અકસ્માતે મોતનો ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL