ભાવનગર રોડ પર ભંગાર વાહનોના કારણે રોકાયો અડધો રસ્તો

April 20, 2019 at 4:44 pm


સામા કાંઠે ભાવનગર રોડ પર મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખા અને પોલીસને જાણે સ્ક્રેપના ધંધાર્થીઓ ગણકારતા જ ન હોય તેમ અડધા રસ્તે ભંગાર વાહનો ખડકી દઈ અવરજવર થતાં હજારો વાહનોના ટ્રાફીકને નડતરરૂપ વિકરાળ સમસ્યા અને રાહદારીઓની હાલાકી સામે જાણે તત્રં આખં આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

સામાકાંઠે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાહોશની છાપ ધરાવતા પીઆઈ એસ.એન.ગડુ જયારે આ વિસ્તારના પીઆઈ હતા ત્યારે ગુનેગારો તો તેનાથી ફફડતા હતા પરંતુ રાહદારીઓને અડચણરૂપ વાહન ચાલકો કે સ્ક્રેપના ધંધાર્થીઓ કે, જેઓ પોતાના ભંગાર વાહનો રસ્તા પર રાખી અડધો રસ્તો રોકી ટ્રાફીકને અડચણ રૂપ થતાં હોય તેવા લોકો ફફડી રહ્યા હતા પરંતુ પીઆઈ એસ.એન.ગડુની બદલી બાદ જાણે આવા લોકોને મોકળું મેદાન મળી ગયું હોય અને મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા તથા થોરાળા પોલીસની આળશના કારણે આજે આ સ્ક્રેપના ધંધાર્થીઓ ફરી જૈસે થે તેમ પોતાના વાહનો ભાવનગર રોડ પર ફુટપાથ પર દબાણ તો કયુ છે પરંતુ રસ્તા પર પણ ભંગાર વાહનો રાખી અડધો રસ્તો રોકી લીધો હોય તેમ તસવીરમાં જણાઈ રહ્યું છે.

ભાવનગર રોડ એ શહેરના એક છેડેથી બીજા છેડે જવાનો મુખ્ય માર્ગ હોય આ માર્ગ પરથી દિવસ–રાત હજારો વાહનો પસાર થાય છે ત્યારે આ અડધો રસ્તો રોકાયેલો હોવાથી અનેકવાર ટ્રાફીક જામ અને અકસ્માતના બનાવો અવારનવાર બનતા રહે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તત્રં જાણે કુંભ કર્ણની નિંદ્રામાં હોય તેમ ટ્રાફીકને નડતરરૂપ વાહનના માલીકો કે, સ્ક્રેપના ધંધાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા વધુ એકવાર આ વિસ્તારના લોકોને તંત્રની ઘોર બેદરકારીનો સામનો કરવાનો વારો આવ્યો છે

પીઆઈ ગડુની ખોટ વિસ્તારના લોકો સાલી રહી છે
અગાઉ થોરાળામાં પીઆઈ તરીકે આવેલા એસ.એન.ગડુએ આ વિસ્તારમાં અસામાજિક તત્વોને તો કાબુ કર્યા હતા પરંતુ રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ વાહનોના માલિકની પણ સાન ઠેકાણે લાવી દીધી હતી, પીઆઈ ગડુ વોર્નિગ આપ્યા બાદ જો તે વાહન ટ્રાફિકને નડતરરૂપ હોય અને હટાવવામાં આવ્યું ન હોય તો તેની સામે વખત કાર્યવાહી કરતા હતા. આજે આ પરિસ્થિતિ બદલાઈ જતાં આ વિસ્તારના લોકો પીઆઈ ગડુની ખોટ સારી રહ્યા છે.

Comments

comments