ભાવનગર શહેર અને જિલ્લામાં જુગાર રમતા 12 ઝડપાયા

August 27, 2018 at 12:29 pm


કાળિયાબીડમાં બાવળની કાંટમાં બાજી માંડીને બેઠા હતા!

ભાવનગર શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં, બોરતળાવ મફતનગરમાં અને જિલ્લામાં સિદસર ગામે જુગાર રમતા 12 શખ્સોને પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર કાળીયાબીડમાં બાવળની કાંટમાં જુગાર રમતા કિશોર ઠાકોરભાઇ આેડ, જીજ્ઞેશ ભરતભાઇ પરમાર, રમેશ ડાયાભાઇ ચૌહાણ, સરદાર બાબુભાઇ સોલંકી અને રમેશ ચીમનભાઇ રાઠોડ (રહે. તમામ ભાવનગર)ને રોકડ રૂા.11700 સાથે એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતાં તો બોરતળાવ મફતનગરમાં જયવંત ગોહિલની રહેણાંકી આેરડી પાસે જુગાર રમતા બાબુ મેરાભાઇ મકવાણા, સચિન કિશોરગીરી ગૌસ્વામી, યોગેશ તુડાભાઇ બારૈયા અને જયવંત અમરસિંહ ગોહિલ (રહે. તમામ મફતનગર)ને રોકડ રુા.13500 સાથે એસ.આે.જી. પોલીસે ઝડપી લીધા હતાં.
આ ઉપરાંત સીદસર ગામે જુગાર રમતા અજુર્ન સોલંકી, ભુપત જેઠાભાઇ મીઠાપરા (બંને રહે. સીદસર) તથા મનોજ દિલીપભાઇ વાજા (રહે. મહુવા)ને રોકડ રકમ રુા.1400 સાથે વરતેજ પોલીસે ઝડપી લીધા હતાં.

Comments

comments

VOTING POLL