ભાવેણાનાં કલાગુરુ રવિશંકર રાવળની તથા ખોડીદાસભાઈ પરમારની જન્મજયંતી પ્રસંગે ચિત્ર સ્મરણાંજલી

July 21, 2018 at 12:08 pm


‘વિદ્યાથ}આેનો સર્વાંગી વિકાસએ જ સાચું શિક્ષણ છે’ એવા અભિગમ સાથે શિક્ષણક્ષેત્રે તથા સામજિક દાયિત્વના ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવતી શિશુવિહાર સંસ્થાના યજમાનપદે ચિત્રકાર રમેશભાઇ ગોહિલના સંકલનમાં, પ્રખ્યાત ચિત્રકાર રવિશંકર રાવળ તથા ખોડીદાસભાઈ પરમારની જન્મજયંતી નિમિતે શિશુવિહાર સંસ્થામાં ‘ગુરુસ્મૃતિવંદના’ સપ્તાહ ઉજવાશે.
તા.21 જુલાઇએ શનિવાર સાંજના 6-30 કલાકે જાણિતા ચિત્રકાર જયોતિભાઈ ભટ્ટની તુલિકાથી ચિત્રાંકન સપ્તાહનું ઉદઘાટન કરવામાં આવશે. ભાવનગરના તમામ કલાકરો દ્વારા તા.29 જુલાઇએ સવારના 7-30 થી સાંજના 6 સુધી લોકાંગિણ ચિત્રાંકન કરી રંગોની વસંત મહેકાવશે. આ કાર્યક્રમમાં રસ ધરાવતાં ચિત્ર સંયોજન તથા કાલકારોનું સંકલન કરનાર ડો. અશોકભાઈ પટેલ સંપર્ક નં.9428811003નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Comments

comments