ભાવ વધારો : ભાજપ માટે આકરો સંકેત

September 12, 2018 at 10:59 am


કાેંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષોએ ભારત બંધનું એલાન કર્યું હતું અને એમાં મિક્સ પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ તૃણમૂલ કાેંગ્રેસ, એસપી, બસપા અને શિવસેના આ બંધથી દૂર રહ્યા હતા તેમ છતાં આ બંધને આંશિક સફળતા મળી હતી. આ સંકેત આવનાર સમયમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા પડશે તેનો છે.

સરકારમાં સાથે રહીને પણ સતત સરકારની આલાચના કરતી શિવસેના આ બંધથી દૂર હતી તો તમામ જશ કાેંગ્રેસ ન ખાટી જાય એ માટે મમતા, સમાજવાદી પાર્ટી અને માયાવતી પણ આ બંધથી દૂર રહી હતી તેમ છતાં બંધને જે રીતનો પ્રતિસાદ મળ્યો છે તે જોતાં લાગે છે કે જો આ તમામ પક્ષ ભેગા સામેલ થયા હોત તો વિપક્ષોનું ભારત બંધ સંપૂર્ણ સફળ રહેત અને આ વિપક્ષી એકતાથી ભાજપના પેટમાં ફાળ પડત. ભાજપના નેતાઆે પેટ્રાેલ-ડીઝલના ભાવવધારાનો જે લૂલો બચાવ કરી રહ્યા હતા તેમને પણ સાંજ પછી ખુશ થવાનો મોકો મળ્યો હતો અને કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલની અરજી ફગાવી તેવી માહિતી મળતાં જ ભાજપના પ્રવક્તા ગેલમાં આવી ગયા હતા અને ભારત બંધને કે Iધણના ભાવવધારા જેવા મુદ્દે ડાયવર્ટ કરવાની કોશિશમાં પડી ગયા હતા. આમ છતાં સોશિયલ મીડિયા પર Iધણના ભાવવધારાનો મુદ્દાે છવાયેલો રહ્યાે હતો. લોકો સતત આ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. નોટબંધી અને જીએસટી કરતાં પણ Iધણના ભાવવધારાનો મુદ્દાે ચર્ચામાં રહ્યાે છે. આનું કારણ એ છે કે પેટ્રાેલ-ડીઝલના ભાવવધારાની સીધી અસર સામાન્ય માનવીને થાય છે. કેમ કે પેટ્રાેલ મોટે ભાગે ઉચ્ચ વર્ગ અને હવાઈ સેવાઆે માટે વપરાતું Iધણ ગણાય છે, પરંતુ પેટ્રાેલ કરતાં ડીઝલના ભાવવધારાની અસર વધુ થશે.

પેટ્રાેલ કરતાં પણ ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન માેંઘું થશે અને આનાથી જીવનજરુરિયાતની ચીજોના ભાવ પણ વધશે. એ સાથે દેશમાં જેટલા ખેડૂતો ટ્રેકટર વાપરતા હશે એ બધાને ડીઝલના ભાવવધારાની અસર થશે. આ વર્ગ છે જે દરેક ચૂંટણી વખતે મતદાન કરવા ઊતરે છે. આ વર્ગ દેશની સરકાર નક્કી કરે છે. આ વર્ગમાં તમામ જાતિના, ધર્મના લોકોનો સમાવેશ થાય છે. આ બાબત જ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે.

Comments

comments

VOTING POLL