ભિક્તનગર પોસ્ટ આેફિસમાં બચત ખાતેદારના 16000ની ઉચાપતના કેસમાં કલાર્કને 3 વર્ષની કેદ

December 7, 2018 at 3:41 pm


રાજકોટમાં ભિક્તનગર પોસ્ટ આેફિસમાં નાની બચતકાર રેલવે કર્મચારીના ખાતામાં રૂા.16 હજારની ઉચાપત કરવાના ગુનાનાં કેસમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એન.દવેએ પોસ્ટલ ક્ર્મચારી વિનોદગિરિ જમનાગિરિ ગોસ્વામી 3 વર્ષની કેદ અને દંડનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ ભિક્તનગર પોસ્ટ આેફિસના નાની બચત વિભાગના રેકર્ડની તપાસમાં રેલવે કર્મચારી આર.સી.ત્રિવેદીના ખાતા સંદર્ભે લેઝર અને લોગબૂક ટ્રાન્ઝેકશન એન્ટ્રીમાં રૂા.16000નો તફાવત આવતો હતો.
જેમાં બચતકાર આર.સી.ત્રિવેદીની પાસબુક તપાસતા તેમાં રૂા.17000ની એન્ટ્રી દશાર્વાઈ હતી. તેથી તે સખતે જે તે પોસ્ટલ કર્મચારી વિનોદગિરિ જમનાગિરિ ગોસ્વામીએ રૂા.16000ની રકમની ઉચાપત કરીને આ રકમની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ તે વખતની સી ડિવિઝન પોલીસમાં નાેંધાવતા પોલીસે આઈપીસી 409 હેઠળ ગુનો નાેંધી પોસ્ટલ કર્મચારી વિનોદગિરિ જમનાગિરિ ગોસ્વામી સામે ધોરણસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી. તેમાં ચાર્જશીટ મુકવામાં આવ્યું હતું.
આ કેસમાં બન્ને પક્ષની રજૂઆતો, પુરાવા અને દલીલો બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એન.દવેએ આરોપી વિનોદગિરિ ગોસ્વામીને તકસીરવાર ઠરાવીને આઈપીસી 409ના ગુના મુજબ 3 વર્ષની સજા અને રૂા.15 હજાર દંડનો હુકમ કર્યો છે.
1989ની સાલમાં દાખલ થયેલા આ કેસમાં છેક 2018ની સાલમાં એટલે કે, 29 વર્ષ બાદ ચૂકાસો આવ્યો છે.
આ કામમાં સરકાર પક્ષે એપીપી સી.પી.ત્રિવેદીએ રજૂઆતો કરી હતી.

Comments

comments

VOTING POLL