ભિક્તનગર સોસાયટીમાં મહિલાના ગળામાંથી રૂા.40 હજારના ચેનની ચીલ ઝડપ

September 11, 2018 at 3:13 pm


શહેરના મનહરપ્લોટમાં ગઈકાલે મંદિરે દર્શન કરવા જતા વૃધ્ધાના ગળામાંથી રૂા.2 લાખની સોનાની કંઠીની ચીલઝડપ થવાની શાહી હજુ પોલીસ ચોપડે સુકાઈ નથી ત્યારે આજે સવારે ધોળા દિવસે ભિક્તનગર સોસાયટીમાં મહિલાના ગળામાંથી રૂા.40 હજારના ચેનની ચીલઝડપ થયાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે તપાસ આદરી છે.

બનાવ અંગેની વિગત મુજબ ભિક્તનગર સોસાયટી શેરી નં.1માં રામેશ્વર બેકરી પાસે અંબા જયોત મકાનમાં રહેતા ઈલાબોન જયેશભાઈ મહેતા ઉ.વ.62 નામના વિપ્ર વૃધ્ધા આજે સવારે પોતાના ઘર પાસે શેરીમાં ચાલીને જતા હતા ત્યારે બાઈક પર આવેલા બે અજાÎયા શખસોએ પાછળથી આવી ગળામાં ઝોટ મારી રૂા.40 હજારની કિમતનો સોનાનો ચેન ચીલઝડપ કરા નાસી જતા વિપ્ર વૃધ્ધાએ ભિક્તનગર પોલીસમાં ફરિયાદ નાેંધાવતા પીએસઆઈ ડી.એલ.ધાંધલિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

Comments

comments