ભિખારીનું મોતઃ ઝૂંપડીમાં મળ્યા એટલા રૂપિયા કે ઉડી ગયા બધાના હાેંશ

October 8, 2019 at 4:17 pm


મુંબઇમાં ગોવંડી રેલવે સ્ટેશન પર એક ભિખારીની લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયાને પગલે રેલવે પોલીસ જ્યારે પરિવારજનોની શોધમાં ભિખારીના ઘરે પહાેંચી ત્યારે તેઆે ચાેંકી ગયા હતા.
તેની ઝૂંપડીમાં ચલણી સિક્કા ભરેલા થેલા, આધાર કાર્ડ, પાન કાર્ડ અને સીનિયર સીટિઝન કાર્ડ, બેંક પાસબૂક પણ મળી આવ્યા હતા. તેના બેંક ખાતામાં 8.77 લાખ રુપિયા હોવાની નાેંધ મળી હતી.

વાસ્તવમાં રેલવે પોલીસને ભિખારીના ઝૂંપડામાંથી કોથળા અને થેલીઆે મળી આવી હતી. જેમાં લગભગ 1.77 લાખ રુપિયાના સિક્કા અને રોકડ હતી, જે ગણવામાં પોલીસને આઠ કલાકનો સમય લાગ્યો હતો.
એટલું જ નહી ભિખારીના ઘરમાંથી બેંકની પાસબુક મળી, જેમાં કુલ 8.77 લાખ રુપિયા જમા હોવાની રસીદ મળી હતી. ભિખારીની આેળખ બિરડીચંદ આઝાદના રુપે થઇ હતી. કહેવાઇ રહ્યું છે કે, આઝાદ મુંબઇની લોકલ ટ્રેનમાં ભીખ માંગતો હતો. શુક્રવારે રેલવે લાઇન ક્રાેસ કરતા સમયે તેની ટ્રેનની ટક્કરથી મોત થઇ. રેલવે પોલીસને ભિખારી આઝાદની ઝૂંપડીમાંથી આધાર કાર્ડ, પેન કાર્ડ અને સીનિયર સિટીઝન કાર્ડ મળ્યુ, જેના પર રાજસ્થાનનું એડ્રેસ હતુ. ભિખારીના પડોશીઆે અનુસાર, ભિખારી આઝાદની સાથે પહેલા તેમનો પરિવાર પણ રહેતો હતો, પરંતુ આ પછી પરિવાર ચાલ્યો ગયો અને પછી એકલા અહીયા રહી ગયા. જીવન પસાર કરવા માટે તેઆે ભીખ માંગી રહ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા ભિખારીને ઘરેથી મળેલા રુપિયાને જપ્ત કરી લેવામાં આવ્યા છે અને આધાર કાર્ડ પર તેમના સરનામાની મદદથી તેમના પરિવારને શોધવા માટે રેલવે પોલીસ રવાના થઇ હતી.

Comments

comments