ભીડી જવેલર્સ ગ્રુપમાંથી રૂા.10 કરોડના બિનહિસાબી વ્યવહારો

February 22, 2019 at 4:29 pm


જાણીતા ભીડી જવેલર્સ ગ્રુપ પર આવકવેરા વિભાગની 2 દિવસની તપાસના અંતે રૂા.10 કરોડના બિન હિસાબી વ્યવહારો ખુલ્યા છે. રાજકોટ, જૂનાગઢ અને મુંબઇ એમ ત્રણ શહેરોમાં આવેલા ભીડી જવલર્સના ચાર શોરૂમ પર રાજકોટ ઇન્કમટેકસ રેન્જ-3ની ટીમે 2 દિવસ સુધી સર્વેની કામગીરી કરી હતી. જેમાં હિસાબોનો ડેટા તપાસવામાં આવ્યો હતો. ગઇકાલે મોડી સાંજે તપાસ પુરી થતાં આવકવેરા વિભાગની ટીમને રૂા.10 કરોડના બિન હિસાબી વ્યવહારો 4 જવેલર્સમાંથી મળી આવ્યા છે.
રેન્જ-3ના કમિશનર ગોપીનાથના માર્ગદર્શન મુજબ 10થી વધુ ટીમે રાજકોટના કેનાલ રોડ પર આવેલા ભીડી મેન્યુફેકચરીગની સાથાે સાથ જૂનાગઢમાં આવેલા 2 શોરૂમ અને મુંબઇમાં 1 એમ કુલ 4 જવેલર્સોમાં ત્રાટકી હતી. સતત 2 દિવસની તપાસના અંતે રાજકોટમાંથી 2.20 કરોડ અને જૂનાગઢના 2 શોરૂમમાંથી 4.80 કરોડ અને ત્રણ કરોડના બિન હિસાબી વ્યવહારો જપ્ત કર્યા છે.

48 કલાકથી ચાલતા સર્વે વચ્ચે સોની વેપારીઆે જવેલર્સને મýયા
આવકવેરા વિભાગની ટીમે ભીડી જવેલર્સમાં સતત 2 દિવસ તપાસ ચલાવી હતી. આ દરમિયાન ભીડી જવેલર્સના સંચાલકોને મોરલ સપોર્ટ આપવા સોની બજારના અગ્રણીઆે પહાેંચ્યા હતાં. જાણવા મળતી વિગત મુજબ 48 કલાકથી બ્રેક વિના આઇટીની તપાસ ચાલતી હતી આથી સોની વેપારીઆેમાં કચવાટ પણ ફેલાયો હતો. જેને પગલે જવેલર્સો ગત સાંજે 8 વાગ્યે શોરૂમ પર પહાેંચ્યા હતાં. સૌ પ્રથમ તો નિયમોનુસાર આઇટીના અધિકારીઆેએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો ત્યારબાદ સોની અગ્રણીઆેએ વિનંતી કરી માનવતાના ધોરણે ભીડી જવેલર્સના સંચાલકોને મળવા જણાવ્યું હતું. દરમિયાન ઇન્કમટેકસની ટીમે પણ માનવતા દાખવી આ સોની વેપારીઆેને મળવા દીધા હતાં. જેમાં ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના ભાયાભાઇ સાહોલીયા, મનુભાઇ, પ્રવિણભાઇ વૈÛ, સંજયભાઇ ધકાણ, બીપીનભાઇ, જયદીપભાઇ સહિતના અગ્રણીઆે મýયા હતાં અને તેઆેને ધીરજ રાખવા જણાવ્યું હતું.

Comments

comments