ભીમાસરના અપહરણના બનાવમાં એક શખ્સ ઝડપાયો

August 16, 2018 at 9:57 pm


રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયો

અંજારના ભીમાસર ગામે શાળાએ ભણતી બે બહેનપણીઆેનું અપહરણ કરી જનારા જામનગરના શખ્સને પાેલીસે ભચાઉ પાસેથી દબાેચી લીધો છે. અપહરણનાે બનાવ ગઈકાલે રાત્રે પ્રકાશમાં આવ્યો હતાે. ભીમાસરમાં રહેતાં પરપ્રાંતીય કોન્ટ્રાકટરની 13 વર્ષની દીકરી શાળાએ ગયા બાદ સાંજે ઘરે પરત ફરી ન હતી. તેના માત પિતાએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેમની દીકરી સાથે ભણતી બહેનપણી, પણ ગાયબ થઈ ગઈ હતી. ગામમાં તપાસ કરતાં ભારત માતાના મંદિર પાસેથી છોકરીઆેના દફતર મળી આવ્યા હતા. બંને છોકરીના વાલીએ શાળામાં તપાસ કરતાં જાણવા મળ્યું કે બંને છોકરી બપાેરે બે કલાકે રીસેસ પડયા બાદ શાળામાં પાછી ફરી જ નહોતી. લાપતા બે છોકરી પૈકી એકની તબીયત બગડી ગઈ હોઈ તે શાળાએ આવી નથી. તેમ કહી કલાસરૂમમાંથી તે બંનેના દફતર લઈરવાના થઈ ગયો હતાે. સગીર દીકરીઆેનું અજાણ્યા યુવકે અપહરણ કર્યું હોવાનું સ્પષ્ટ થતાં વાલીઆે અંજાર પાેલીસ પાસે દોડી ગયા હતા. દરમિયાન શાળાના સીસી ટીવી ફુટેજની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે જે યુવકદફતર લેવા આવ્યો હતાે. તે રાજેશ રણછોડ રાઠોડ હતાે. રાજેશ જામનગરનાે વતની છે અને રામા સીલીન્ડર કંપનીમાં તે એક છોકરીના પીતા સાથે પણ કામ કરી ચુકેલો છે. રાજેશની સંડોવણી સ્પષ્ટ થયા બાદ અંજાર પાેલીસે યુદ્ધના ધોરણે મોબાઈલ લોકેશનના આધારે રાજેશને ભચાઉ પાસેથી ઝડપી પાડયો હતાે. અપહરણ થયેલી બે સગીરા પૈકી સગીરાના પિતાએ તેની વિરૂદ્ધ પાેકસાે અને અપહરણ સહીતની કલમો તળે પાેલીસ ફરીયાદ નાેંધાવી છે.

Comments

comments

VOTING POLL