ભીમાસરમાં પુત્રની આત્મહત્યા બાદ માતાએ કુવામાં જંપલાવી આપઘાત કયોૅ

September 4, 2018 at 8:35 pm


માંજુવાસ નર્મદા પમ્પીંગ સ્ટેશન પાસે પડી જતાં ગંભીર ઈજાઆેથી યુવાનનું મૃત્યુ

અંજાર તાલુકાના ભીમાસર સહરામાં થામુંડા મંદિર પાસે રહેતા પરિવારમાં માતા-પુત્રના આપઘાતથી શોકનું મોજુ ફરિ વળ્યું છે. પુત્રનાે ગળેફાંસાે ખાઈ આત્મહત્યા બાદ માતાએ ગામના તળાવના કુવામાં જંપલાવી આપઘાત કરી લીધો છે. બીજા બનાવમાં રાપર તાલુકાના માજુવાસમાં નર્મદાના પમ્પીંગ સ્ટેશન પાસે ખેંચ આવતા પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઆે પહાેંચતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતુ ંકે, ભીમાસર સહારા ચામુડા મંદિરની સામે રહેતા સામતભાઈ ગેલાભાઈ જરૂ (ઉ.વ.રર)એ તા. 3-9-18ના 7ઃ4પ વાગ્યાના અરસામાં પાેતાના ઘરે ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. બનાવ સાંજના સમયે બન્યાે હતાે. પાેલીસને હજુ તાે આ આપઘાત પાળના જવાબદાર કારણો મળ્યા ન હતા ત્યારે ભોગ બનનારની માતાએ આપઘાત કરી લીધો હતાે.

પાેલીસે કહ્યું હતું કે, પુત્ર સાંમત જરૂના આપઘાતથી માતા ગગુબેન ગેલાભાઈ બાબુભાઈ જરૂને આઘાત લાગતા તેણીએ ગામના તળાવના કુવામાં પડીને આત્મહત્યા કરી લીધી હતી. ગામમાં માતા-પુત્રના આપઘાતથી અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું છે. પાેલીસે અકસ્માત મોતનાે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં રાપર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, માજુવાસ નર્મદા કેનાલ પી.એસ. 1 પમ્પીંગની બાજુમાં શ્રમજીવી સાેધરાય બાેસ મુન્ડા (ઉ.વ.3પ) (રહે. મુળ ગંગઈ ટોલી તા. ઈચા પતા તેરૈયા જી. રાચી, જારખંડ હાલ માજુવાસ)ને ખેંચ આવતા પડી ગયા હતા. જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઆે પહાેંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

Comments

comments

VOTING POLL